શોધખોળ કરો
Advertisement
ટીવી એક્ટ્રેસને જુનિયર આર્ટિસ્ટ હોટલમા લઈ ગયો ને અઠવાડિયાં સુધી બાંધ્યા શારીરિક સંબંધ, એક્ટ્રેસ થઈ પ્રેગનન્ટ ને...
એક્ટ્રેસના કહેવા પ્રમાણે, તે અને આરોપી યુવક મુંબઇમાં જુનિયર કલાકાર તરીકે કામ કરતો હતો.
મુંબઈઃ ‘કહાની ઘર ઘર કી’ અને ‘નચ બલિયે’ ટેલિવિઝન ટીવી સીરીયલમાં કામ કરનારી જાણીતી ટીવી અભિનેત્રી સાથે જુનિયર કલાકારે શારીરિક સંબધો બાંધતાં તે ગર્ભવતી થઈ ગઈ છે. એ પછી આ કલાકારે લગ્નનો ઈન્કાર કરતાં ટીવી એક્ટ્રેસે તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જુનિયર આર્ટિસ્ટ હરિયાણાના યમુનાનગરનો છે.
એક્ટ્રેસના કહેવા પ્રમાણે, તે અને આરોપી યુવક મુંબઇમાં જુનિયર કલાકાર તરીકે કામ કરતો હતો. તેમની વચ્ચે સારા સંબંધો હતા. યુવકે યુવતીને લગ્ન કરાવવાનું કહીને યમુનાનગર લઈ આવ્યા હતા. બંને અહીં એક અઠવાડિયા માટે એક હોટલમાં રોકાયા હતા અને તેમની વચ્ચે વારંવાર શારીરિક સંબંધો બંધાયા હતા.
આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બની હતી પણ પછી યુવકે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. યમુનાનગર મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી સીમાસિંહે જણાવ્યું કે, એક્ટ્રેસ યુવતીએ તેના જ સાથીદાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદ કરી છે કે તે મુંબઇમાં ટીવી સીરિયલમાં કામ કરે છે. યમુનાનગરનો એક સાથી કલાકાર પણ ત્યાં કામ કરે છે. બંને મુંબઈમાં પરિચિત થયા અને દોસ્તી આગળ વધી.
યુવક 13 ઓક્ટોબરના રોજ યુવતીને યમુનાનગરની હોટલમાં લઈ આવ્યો હતો. બંને એક અઠવાડિયા સુધી હોટલમાં રોકાયા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધ હતો. બાદમાં યુવકે લગ્ન કરવાની ના પાડી હતી. મહિલા કલાકારે યુવક અને તેના પરિવાર સામે ફરિયાદ આપી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે અમે ત્રણેય સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement