શોધખોળ કરો
Advertisement
બોલ્ડ અને કિસિંગ સીનને લઈને આ એક્ટ્રેસે આપ્યો ચોંકાવનારો જવાબ, કહ્યું- લોકને આ બધુ....
મલ્લિકા શેરાવતનું તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં તેની ફિલ્મી સફર અને ફિલ્મોમાં કરેલા બોલ્ડ સીનને લઈ ઘણી બધી એવી વાતો કહી કે જે તેનાં ફેન્સથી અજાણ હોય.
નવી દિલ્હીઃ મર્ડર, હિસ્સ અને ડર્ટી પોલિટિક્સ જેવી ફિલ્મોમાં જોવા મળેલ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે બોલિવૂડ ફિલ્મોમાં ન્યૂડ અને કિસિંગ સીનને લઈને મોટી વાત કહી છે. મલ્લિકા લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહી છે. તે બોલિવૂડની અનેક ફિલ્મોમાં બોલ્ડ સીન અને આઈટમ નંબર કરવાને કારણે ચર્ચામાં રહી છે.
મલ્લિકા શેરાવતનું તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં તેની ફિલ્મી સફર અને ફિલ્મોમાં કરેલા બોલ્ડ સીનને લઈ ઘણી બધી એવી વાતો કહી કે જે તેનાં ફેન્સથી અજાણ હોય. જ્યારે મલ્લિકાને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં કરેલા ન્યૂડ સીન અને કિસિંગને લઈ તમે કંઈ કહેવા માગો છો? તો તેણે આ પ્રશ્નનો અલગ અંદાજમાં જ જવાબ આપ્યો હતો કે જે ચોંકાવનારો હતો.
મલ્લિકાએ કહ્યું કે, મારા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશા સારી રહી છે. જેમ કે મારી ફિલ્મ મર્ડર જ લઈ લો, એ વખતે કિસ કરવી મોટી વાત હતી, પરંતુ હવે કિસ કરવી એ સામાન્ય વાત છે. આજે અનેક એક્ટ્રેસ તેની કાર્યક્ષમતાથી આગળ વધીને બધાની સામેન ન્યૂડ અને કિસિંગ સીન આપે છે. લોકોને પણ ન્યૂડ અને કિસિંગ સીન જોવા ગમે છે અને કોઈ ધારણા નથી.
વિદેશી ફિલ્મોમાં કામ કરવાને લઈને તેણે વાત કરી કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રહીને આપણે કૂવામાંના દેડકાં બનતાં જઈશું. આ પહેલા મલ્લિકા શેરાવતે બીજો એક ખુલાસો કર્યો હતો કે મોટાભાગની ફિલ્મો એમને એટલા માટે ગુમાવવી પડી કે તેણે ફિલ્મનાં હીરોને ડેટ નહોતો કર્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement