હવે આ મામલે સુનાવણી કરતા મુઝ્ઝફરપુર સીજીએમ કોર્ટે સલમાન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપી દીધો છે.
3/6
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાન ફરી એકવાર કાયદાના સંકજામાં ફંસાઇ ગયો છે. મુઝ્ઝફરપુરની CJM કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપી દીધો છે. સલમાન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
4/6
ફિલ્મની સ્ટૉરીઃ--- ફિલ્મની કહાની ગુજરાતના એક શહેરમાં ગરબાથી શરૂ થાય છે. હીરો ફિલ્મી અંદાજમાં પોતાની હીરોઇન મેળવવાની કોશિશ કરે છે. ફિલ્મમાં રામ કપૂર અને રોનિત રોય પણ મુખ્ય ભુમિકામાં છે. બન્નેની એન્ટ્રી બાદ ફિલ્મની કહાનીમાં ટ્વીટસ્ટ આવે છે. આ ફિલ્મમાં સલમાનનો ભાઇ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરે રિલીઝ થઇ રહી છે.
5/6
પોતાની ફરિયાદમાં સુધીર ઓઝાએ લખ્યુ કે આ રીતની ફિલ્મને બનાવીને તેમને હિન્દુ સમાજને નીચુ જોવડાવવાનો પ્રયાસ ર્યો કર્યો છે. તે પણ એવા સમયે જ્યારે હિન્દુઓનો તહેવાર નવરાત્રિ શરૂ થવાની છે. અરજીમાં ફિલ્મમાં અશ્લીલતા પીરસવા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાની વાત કહેવામાં આવી છે.
6/6
6 ડિસેમ્બરે સ્થાનિક વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાનના બેનર હેઠળ રિલીઝ થનારી ફિલ્મ 'લવરાત્રિ'ને લઇને સીજેએમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં તેમને આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાનના પ્રૉડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મનું નામ હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.