બિગ બોસની 12મી સીઝનને સલમાન ખાન જ હોસ્ટ કરશે. બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ તનુશ્રી દત્તા પોતાની બહેન ઈશિતા સાથે જોડીમાં બિગ બોસ 12માં જોવા મળશે.
2/5
નોંધનીય છે કે, વર્ષ 2008માં તનુશ્રીએ એક્ટર નાના પાટેકર સામે ખોટી રીતે અડકવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી ગયો હતો. એક્ટ્રેસ તનુશ્રીને ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ માટે બોલાવવામાં આવી હતી. તે સમયે તનુએ આ આરોપ લગાવ્યો હતો.
3/5
ઈશિતાને તમે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ દૃશ્યમમાં જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત ટીવી શો એક ઘર બનાઉંગમાં પણ તે જોવા મળી હતી.
4/5
અહેવાલ છે કે, ફિલ્મ આશિક બનાયા આપને, ઢોલ, રકીબ, ચોકલેટ અને રામા ધ સેવિયર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી તનુશ્રી દત્તા અને તેની બહેન ઈશિતા દત્તા બિગ બોસના ઘરમાં જોવા મળશે.
5/5
મુંબઈઃ નાના પડદાનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ 12ના લોન્ચ દરમિયાન સલમાન ખાન અને કલર્સની ટીમે માત્ર એક જોડી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના નામની જાહેરાત કરી હતી. બિગ બોસના ઘરમાં જનારા અન્ય કન્ટેસ્ટન્ટને લઈને હજુ પણ અનેક અટકળો લાગી રહી છે.