The Big Bang Theoryમાં Madhuri Dixit પર થયો વાંધાજનક ભાષાનો ઉપયોગ, Netflix ને મળી લીગલ નોટિસ
Netflix Gets Legal Notice: ધ બિગ બેંગ થિયરી શોમાં માધુરી દીક્ષિત પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ Netflix ને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
Netflix Gets Legal Notice: રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે OTT પ્લેટફોર્મ Netflix ને લોકપ્રિય શો ધ બિગ બેંગ થિયરીના એક એપિસોડ અંગે કાનૂની નોટિસ મોકલી છે. તેણે આ શોને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરી છે. મિથુન વિજય કુમારનું કહેવું છે કે શોમાં માધુરી દીક્ષિત પર જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે તે ખૂબ જ અપમાનજનક છે. તેણે શોની સામગ્રી પર જાતિયવાદ અને મહિલાઓ પ્રત્યે નફરતને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
Recently, I came across an episode of the show Big Bang Theory on Netflix where Kunal Nayyar's character uses an offensive and derogatory term to refer to the legendary Bollywood actress @MadhuriDixit. As a fan of Madhuri Dixit since childhood, I was deeply disturbed by the… pic.twitter.com/pvRCKd5Ne4
— Mithun Vijay Kumar (@MVJonline) March 22, 2023
શું છે સમગ્ર મામલો?
બિગ બેંગ થિયરી શોની બીજી સીઝનના પ્રથમ એપિસોડમાં જીમ પાર્સન્સએ શેલ્ડમ કૂપરની ભૂમિકા ભજવી છે, જે ઐશ્વર્યા રાયની તુલના માધુરી દીક્ષિત સાથે કરે છે. એપિસોડના એક દ્રશ્યમાં તે ઐશ્વર્યાને ગરીબ લોકોની માધુરી દીક્ષિત કહે છે. પછી રાજ નારાજ થાય છે અને કહે છે કે ઐશ્વર્યા રાય દેવી છે અને તેની સરખામણીમાં માધુરી દીક્ષિત એક 'લેપરસ પ્રોસ્ટીટયૂટ' છે.
Netflix પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
એપિસોડના આ સીનનો ઉલ્લેખ કરતાં મિથુન વિજય કુમારે કહ્યું કે જો તેમને આ મામલે કોઈ જવાબ નહીં મળે અથવા નોટિસમાં કરવામાં આવેલી માંગણીઓનું પાલન કરવામાં નહીં આવે તો Netflix સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ફરિયાદીએ શું જણાવ્યું ?
મિથુન વિજય કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'Netflix જેવી કંપનીઓએ તેમના કામ માટે જવાબદાર બનવાની જરૂર છે, તેઓ જે સમુદાયની સેવા કરી રહ્યાં છે તેમના સાંસ્કૃતિક મૂલ્યો અને લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. હું માનું છું કે સ્ટ્રીમિંગ સેવા પ્રદાતાઓની જવાબદારી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર આપવામાં આવતી સામગ્રી પર ધ્યાન આપે.
તેમના દ્વારા સબમિટ કરવામાં આવેલી સામગ્રીમાં અપમાનજનક અથવા વાંધાજનક સામગ્રી ન હોય તેની ખાતરી કરવાની તેમની ફરજ છે. નેટફ્લિક્સ શો ધ બિગ બેંગ થિયરીમાં અપમાનજનક શબ્દોના ઉપયોગથી મને ખૂબ જ દુઃખ થયું છે. અભિનેત્રી માધુરી દીક્ષિતના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે માત્ર અપમાનજનક જ નહીં પરંતુ ખૂબ જ દુ:ખદાયક હતો.