(Source: ECI/ABP News/ABP Majha)
Ganesh Chaturthi 2022: પુષ્પા અને રોકી ભાઈના અંદાજમાં ગણપતિની પ્રતિમા જોઈ ભડક્યા લોકો, સો. મીડિયા પર રોષ વ્યક્ત કર્યો
ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ઘરે-ઘરે અને શેરીઓમાં બાપ્પાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી.
Bappa In KGF And Pushpa Avatar: 31 સપ્ટેમ્બરના રોજ, ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ઘરે-ઘરે અને શેરીઓમાં બાપ્પાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ વખતે બાપ્પા પુષ્પા સ્ટાઈલથી લઈને સિંઘમ સ્ટાઈલમાં દેખાયા હતા. આ વર્ષે ગણેશ ચતુર્થીમાં લોકપ્રિય ફિલ્મોથી પ્રેરિત ગણેશ મૂર્તિઓ જોવા મળી હતી. જો કે, આ બાબત ઘણા લોકોને પસંદ આવી નથી.
ગત દિવસોમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેમાં ગણપતિ બાપ્પા પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. જો તમને યાદ હોય, તો પુષ્પા ફિલ્મનો અલ્લુ અર્જુનનો તે ડાયલોગ ખૂબ જ લોકપ્રિય થયો હતો, જેમાં અલ્લુ અર્જુન દાઢી પર હાથ ફેરવતાં કહે છે, 'મેં ઝુકેગા નહી'. પુષ્પાની આજ સ્ટાઈલમાં આ વખતે ગણેશજીની મૂર્તિ પણ જોવા મળી હતી. આ ઉપરાંત ગણપતિ બાપ્પા KGF 2 ના રોકી ભાઈના અવતારમાં પણ જોવા મળ્યા હતા.
નેટીઝન્સે નારાજગી વ્યક્ત કરીઃ
બાપ્પાને પુષ્પા અને રોકી ભાઈના અવતારમાં જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અલ્લુ અર્જુન અને રોકી ભાઈએ પુષ્પા અને કેજીએફમાં સ્મગલરની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં લોકો ટ્વીટ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે, 'ગણપતિને સ્મગલર તરીકે જોવું કેટલું યોગ્ય છે?' અન્ય એક યુઝરે લખ્યું, 'મને લાગે છે કે ફિલ્મ લોકપ્રિય છે પરંતુ ગણપતિને આ રીતે કેમ બતાવવામાં આવે છે?'
I didn't like Ganpati in Pushpa or KGF avtar
— Ravi Desai 🇮🇳 (@its_DRP) August 31, 2022
Like seriously 😑
તે જ સમયે, કેટલાક કહે છે કે ફિલ્મોનો બહિષ્કાર કરતી ટોળકી હવે ક્યાં ગઈ? આ ફિલ્મોની વાત કરીએ તો KGF 2 અને 'પુષ્પા'એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેમની સ્ટાઈલથી લઈને ફિલ્મના ગીતો અને ડાયોલોગ્સ ખૂબ જ લોકપ્રિય થયા હતા.
It hurts to see that our Ganpati Bappa is being given the look of goons in the movie character Pushpa and KGF, Don't know where is Boycott gang now? #GaneshChaturthi #GaneshChaturthi2022 pic.twitter.com/4LZNeSlfm4
— अJY तिwaरी 🇮🇳 (@realajay07) August 31, 2022