શોધખોળ કરો
નિસર્ગ વાવાઝોડાના કારણે સલમાન ખાનના ફાર્મહાઉસ પર નુકશાન, યૂલિયાએ તસવીર શેર કરી આપી જાણકારી
એક્ટ્રેસ યૂલિયા વંતુરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સલમાન ખાનના ફાર્મ હાઉસની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
મુંબઈ: નિસર્ગ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં ભારે નુકશાન થયું છે. આ વાવાઝોડાના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. આ વાવાઝોડાની અસર સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર પણ જોવા મળી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
એક્ટ્રેસ યૂલિયા વંતુરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સલમાન ખાનના ફાર્મ હાઉસની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં વાવાઝોડાના કારણે થયેલુ નુકશાન જોઈ શકાય છે. યૂલિયાએ સાથે વરસાદના કારણે આવેલા વાવાઝોડના વીડિયો પણ શેર કર્યા છે.
લોકડાઉનના કારણે યૂલિયા સલમાન ખાન સાથે તેના પનવેલના ફાર્મહાઉસ પર છેલ્લા બે મહિનાથી રહે છે. ફાર્મહાઉસ પર જૈકલિન ફર્નાન્ડિસ અને સલમાનના પરિવારના ઘણા સભ્યો પણ હાજર છે. આ દિવસોમાં સલમાન સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાય છે. તેઓ સતત સોશિયલ મીડિયા પર ફાર્મહાઉસથી પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement