વિંટાએ એક લાંબી ફેસબુક પોસ્ટ દ્વારા સમગ્ર ઘટના વિશે જાહેરતમાં વાત મૂકી છે. વિંટાએ આલોક નાથનું નામ લીધા વગર લખ્યું, ‘તેણે મારું જાતીય સોષણ કર્યું, જ્યારે હું વર્ષ 1994માં જાણીતા શો ‘તારા’ માટે કામ કરી રહી હતી.’ ત્યાર બાદ આલોક નાથનું આ મામલે નિવેદન પણ સામે આવ્યું.
2/3
નવી દિલ્હીઃ તનુશ્રી દત્તા વિવાદ બાદ હવે તમામ મહિલાઓ પોતાની સાથે થયેલ જાતીય શોષણને લઈને ખુલીને અવાજ ઉઠાવી રહી છે. નાના પાટેકર, કૈલાશ ખેર અને વિકાસ બહલ પર લાગેલ જાતીય શોષણ અને હિંસાના આરોપ બાદ હવે રાઈટર અને ફિલ્મમેકટર વિંટા નંદાએ આલોક નાથ વિરૂદ્ધ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
3/3
આ સાથે વિંટાએ શો દરમિયાન શોની લીડ એક્ટ્રેસ નવનીત નિશાનની સાથે થયેલ એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો છે. જ્યાં એક સીન દરમિયાન આલોક પહેલા તો સેટ પર દારૂ પીને આવ્યા અને ત્યાર બાદ શોટ દરમિયાન નવનીત પર પડી ગયા, ત્યાર બાદ નવનીતે તેને થપ્પડ મારી. આમ તો વિંટાએ આ ફેસબુક પોસ્ટમાં આલોકનાથનું નામ સીધી રીતે લીધું નથી, પરંતુ જે શો અને જે રીતે ‘સંસ્કારી’ શબ્દનો ઉપયોગ વિંટાએ કહ્યું છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તે આલોકનાથ વિશે જ વાત કરી રહી છે.