(Source: ECI/ABP News/ABP Majha)
Oscar 2024: સૌથી વધુ 7 ઓસ્કાર એવોર્ડ જીતનારી ‘ઓપેનહાઇમર’ ને OTT પર ક્યાં જોઇ શકશો ? અહીં જાણો
ક્રિસ્ટોફર નોલાનની 'ઓપનહાઇમર' એ ઓસ્કાર 2024માં સૌથી વધુ એવોર્ડ જીતીને હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મ ઓસ્કારમાં 13 અલગ-અલગ કેટેગરીમાં નૉમિનેટ થઈ હતી
Oscar 2024: ક્રિસ્ટોફર નોલાનની 'ઓપનહાઇમર' એ ઓસ્કાર 2024માં સૌથી વધુ એવોર્ડ જીતીને હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મ ઓસ્કારમાં 13 અલગ-અલગ કેટેગરીમાં નૉમિનેટ થઈ હતી, જેમાંથી તેણે 7 જીતી હતી. આ ફિલ્મે શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ મૂળ ગીત સ્કોર સાથે શ્રેષ્ઠ ફિલ્મ સંપાદન અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે ઓસ્કર જીત્યા હતા. આ ફિલ્મ માટે પહેલાથી જ ઘણો ક્રેઝ હતો અને ઓસ્કારમાં તેની જીત બાદ લોકોમાં તેને લઈને ઉત્તેજના વધુ વધી ગઈ છે.
જો તમે થિયેટરોમાં 'ઓપનહાઇમર' જોવાનું ચૂકી ગયા હો, તો તમે ઘરે બેઠા OTT પર તેનો આનંદ માણી શકો છો. ચાલો જાણીએ કે આ વર્ષે કયા OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ 'ઓપનહાઇમર' ઉપલબ્ધ છે.
'ઓપનહાઇમર' ને ઓટીટી પર ક્યાં જોઇ શકાશે
ઓસ્કાર વિનિંગ ફિલ્મ 'ઓપનહાઇમર' વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. હૉલીવુડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે થિયેટરોમાં રિલીઝ થયા બાદ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી હતી. આ ફિલ્મને ભારતમાં પણ સારો પ્રતિસાદ મળ્યો અને આ સાથે ફિલ્મે $950 મિલિયનની કમાણી કરી.
તેના થિયેટરમાં રિલીઝ થયાના થોડા મહિના પછી, 'ઓપનહાઇમર' OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર ભાડાના ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી હતી. પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મ જોવા માટે યૂઝર્સને 149 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. પરંતુ હવે ચાહકો આ બ્લોકબસ્ટર ફિલ્મને ફ્રીમાં માણી શકશે. વાસ્તવમાં, 'Openheimer 21' માર્ચના રોજ OTT પ્લેટફોર્મ Jio Cinema પર ફ્રીમાં સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે. આ સિવાય તમે તેને Apple પર ભાડા પર પણ જોઈ શકો છો.
View this post on Instagram
'ઓપનહાઇમર' સ્ટાર કાસ્ટ
તમને જણાવી દઈએ કે 'ઓપનહાઇમર' ગયા વર્ષે 21 જુલાઈ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સીલિયન મર્ફીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમિલી બ્લન્ટ, મેટ ડેમન, રોબર્ટ ડાઉની જુનિયર, ફ્લોરેન્સ પુગ સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન ક્રિસ્ટોફર નોલાન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ઓપનહાઇમરના જીવન પરથી પ્રેરિત છે.