Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?
Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?
વડાપ્રધાન નરેનદ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 116મા એપિસોડને સંબોધિત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે એનસીસી દિવસ છે. તેઓ પોતે NCC કેડેટ રહી ચુક્યા છે. તેમણે આગળ વાત કરતા કહ્યું કે, NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે. જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે NCC કેડેટ્સ મદદ માટે ચોક્કસપણે હાજર હોય છે. આજે એનસીસીને મજબૂત બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. હવે NCCમાં ગર્લ્સ કેડેટ્સની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. તેમણે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી.





















