Ranveer Allahbadia Controversy: અશ્લિલ સવાલ પુછનાર રણવીરે, આ સવાલ પૂછ્યાં બાદ શું કહ્યું હતું, એક પ્રેક્ષકે કર્યો ખુલાસો
Ranveer Allahbadia Controversy: રણવીર અલ્હાબાદિયા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં જોવા મળ્યો હતો. ત્યાં તેણે એક ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ સર્જાયો છે.

Ranveer Allahbadia Controversy: સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં આવ્યો હતો. આ શોના એક એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા જોવા મળ્યો હતો. અહીં તેણે એક સ્પર્ધકને માતા-પિતા વિશે અશ્લીલ સવાલ પૂછ્યો હતો. આ પછી વિવાદ ઘણો વધી ગયો. રણવીરે પોતાની ભૂલ માટે માફી માંગવી પડી હતી. સમય રૈનાએ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ એપિસોડને યુટ્યુબ પરીથી દૂર કરી દીધાં છે. હવે તે શોમાં હાજર રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, તે દિવસે રણવીરે તે પ્રશ્ન પૂછ્યા પછી શું થયું.
ઓડિયન્સમાં બેઠેલા વ્યક્તિએ આખી વાત કહી
શોમાં હાજરી આપનાર વ્યક્તિએ કહ્યું, 'જ્યારે તે એપિસોડ પ્રસારિત થયો, ત્યારે હું ત્યાં હાજર હતો આ સવાલ કર્યાં બાદ તે બોલ્યો હતો કે, માફ કરશો, તમને ખરાબ લાગ્યું?
'હું જાણું છું કે, માત્ર સોરી કહેવાથી બધું જ ઠીક નથી થઇ જતું પરંતપ પરંતુ તેમ છતાં રણવીરે ખાતરી કરી કે સ્પર્ધક આરામદાયક છે. તેની સાથે વાત કરી. સમય એ પણ પૂછ્યું કે શું તે ઠીક છે. તે સ્પર્ધકે તે શો પણ જીત્યો હતો. બધાએ ઉજવણી પણ કરી. તેથી સોરી કહ્યાં બાદ કોઈપણ કારણ વગર નફરત ન ફેલાવી જોઇએ”.
શું છે સમગ્ર મામલો
રણવીર અલ્હાબાદિયાએ એક કોમેડી શો ઇન્ડિયા ગો લેટેન્ટમાં એક કન્ટેસ્ટન્ટને થખૂબ જ અશ્લીલ સવાલ માતા પિતાના સેક્સને લઇને પૂછ્યો હતો. જેને લઇને આ શોનો અને તેના વિવાદિત સવાલ સતત વિરોધ થઇ રહ્યો છે. ફરિયાદ બાદ પોલીસે પણ સમય રૈન સહિત શોના અન્ય આર્ટિસ્ટને સમન્સ પાઠવ્યું છે અને તમામને પૂછપરછ માટે બોલાવ્યાં છે.





















