પાકિસ્તાનમાં કેમ થઈ Athiya Shetty- KL Rahul weddingની ચર્ચા? એન્કરે કહ્યું- ‘સલમાન ખાનના લગ્ન થશે કે નહી’ ?
Pakistan Viral Video: 23 જાન્યુઆરીએ બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા, જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ થઈ હતી.
Pakistan Viral Video: બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા, જેમાં તેમના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ થઈ હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની ન્યૂઝ એન્કર ખૂબ જ ફની રીતે લગ્ન વિશે વાત કરી રહ્યા છે
શું છે વાયરલ વીડિયો ?
પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજી સાથે વાયરલ થઈ રહી છે. વીડિયોમાં બંને ન્યૂઝ એન્કર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા અને કેએલ રાહુલને મળેલી ગિફ્ટની ચર્ચા કરતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને એન્કર કપલને મળેલી ગિફ્ટ જાણીને આશ્ચર્યચકિત છે. મહિલા એન્કર અથિયા શેટ્ટીને મળેલી ભેટોની કિમત અનેક વાર ખોટી બોલી રહી છે ત્યારે મેલ એન્કર તેને સુધારી સાચી કિમત બોલી આશ્ચર્યચકિત થઈ રહ્યો છે. તો મેલ એન્કર કહે છે કે, 'સલમાન ખાન જેણે પોતે લગ્ન કર્યા નથી અને તેને ખબર નથી કે તે લગ્ન કરશે કે નહી. અને તેને જે ગિફ્ટ અથિયાને આપી છે તે તેને પાછી મળશે કે કેમ. વીડિયોમાં આવી બીજી ઘણી વાતો છે જેને જોઈને અને સાંભળીને તમે પણ હસી પડશો.
"Abdullah start ho jao"pic.twitter.com/Le7BwYKXPY
— Shivani Shukla (@iShivani_Shukla) January 30, 2023
આથિયા શેટ્ટી અને કે એલ રાહુલને મળેલી ગિફ્ટની થઈ ચર્ચા
આથિયા શેટ્ટી અને કે એલ રાહુલના લગ્ન સમયે એવા અહેવાલો હતા કે સુનીલ શેટ્ટીએ કપલને મુંબઈમાં એક સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. જેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે. જ્યારે જેકી શ્રોફને ઘડિયાળ (આશરે રૂ. 30 લાખ), અર્જુન કપૂરને હીરાનું બ્રેસલેટ (લગભગ રૂ. 1.5 કરોડ), સલમાન ખાનને ઓડી કાર (લગભગ રૂ. 1.64 કરોડ), મહેન્દ્રસિંહ ધોનીને બાઇક (લગભગ રૂ. 80 લાખ) અને વિરાટ કોહલીએ એક BMW કાર (લગભગ રૂ. 2.17 કરોડની કિંમતની) ગિફ્ટ કરી છે. જો કે, આ તમામ સમાચાર નકલી સાબિત થયા છે. આ વાતનું ખુદ સુનીલ શેટ્ટીએ ખંડન કર્યું હતું.