શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનની આ હોટ એક્ટ્રેસે કુલભૂષણ જાધવ પર કર્યું વિવાદિત ટ્વીટ, થઈ ટ્રોલ
વીણા મલિકને કોઇએ ‘બિગ બોસ’માં તેનાં વિવાદિત દિવસોની યાદ અપાવી તો કોઇએ તેને પાકિસ્તાનની પનૌતી કહેવાનું શરૂ કર્યું.
નવી દિલ્હીઃ પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક પોતાના વિવાદિત નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે. તે હંમેશા કોઈને કોઈ એવી વાત કરે છે જેના કારણે લોકો તેને ટ્રોલ કરતા રોખી નથી શકતા. આ વખતે વીણા મલિકે પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણને લઈને વિવાદીત ટ્વીટ કર્યું છે.
પાકિસ્તાની હીરોઈન વીણા મલિકે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘આતંકવાદી અને હત્યારા કુલભૂષણ જાધવ પ્રત્યે કોઇ નરમાશ ન વરતવી જોઇએ. જે આપ વાવો છો તે જ આપ કાપો છે. તો ભારતનાં જાસૂસ અને આતંકવાદીઓમાં એક ઉદહારણ આપવા માટે વાઘા બોર્ડર પર કુલભૂષણ જાધવને ફાંસી આપવી જોઇએ.’ વીણા મલિકની આ ટ્વિટની ખુબ ચર્ચા થઈ રહી છે અને લોકોએ વીણા મલિકને મનફાવે એવા શબ્દો કહ્યાં છે.
વીણા મલિકને કોઇએ ‘બિગ બોસ’માં તેનાં વિવાદિત દિવસોની યાદ અપાવી તો કોઇએ તેને પાકિસ્તાનની પનૌતી કહેવાનું શરૂ કર્યું. તો ઘણાં આ મામલે વીણા મલિકને અભદ્ર શબ્દો પણ કહ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ પણ શેર થવા લાગ્યાં છે. જોકે આટલી હદે ટ્રોલ થવા છતાં હજું વીણા મલિક તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી.There should be no mercy for the killer and terrorist Kulbushan Jhadav.
— VEENA MALIK (@iVeenaKhan) July 17, 2019
As you sow so shall you reap, so hang him at wagah to set example for the others spy and Indian terrorists.#HangKulbushanAtWagah #KulbhushanJadhav pic.twitter.com/gNogCCcl6N
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement