શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસ સાથે અફેર અંગે પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું.....
શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, સોનાલી સાથેના સંબંધ વિશે જે પણ કહેવામાં આવે છે તે સંપૂર્ણ રીતે મૂર્ખ છે.
નવી દિલ્હીઃ રાવલ પિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પાકિસ્તાન ક્રિકેટર શોએબ અખ્તરને કોઈ ઓળખાણની જરૂર નથી. શોએબ બે વસ્તુ માટે ઓળખાય છે એક તેની બોલિંગની ગતિ અને બીજું તેના ગુસ્સા માટે. શોએબને ગુસ્સો ખૂબ જ આવે છે, તે ખૂબ જ એગ્રેસિવ હતા. પરંતુ આ ગુસ્સાવાળા પાકિસ્તાની ક્રિકેટરના જીવનમાં પણ એક એવો સમય આવ્યો હતો જ્યારે તે કોઈને દિલ આપી બેઠા હતા. તે પણ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને. જોકે હવે આ મામલે ખુદ શોએબ અખ્તરે મોટો ખુલાસો કર્યો છે.
શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, સોનાલી સાથેના સંબંધ વિશે જે પણ કહેવામાં આવે છે તે સંપૂર્ણ રીતે મૂર્ખ છે. શોએબના જણાવ્યા અનુસાર તેઓ ક્યારેય સોનાલીને મળ્યા નથી.
હકીકતમાં આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે શોએબ અખ્તર સોનાલી બેન્દ્રે ના દીવાના હતા, દાવો કરવામાં આવ્યો કે તે સોનાલી બેન્દ્રેને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા કે તે તેનું અપહરણ કરવા માટે પણ તૈયાર હતા, શોએબે આ દાવાઓ ખોટા ગણાવ્યાં છે.
શોએબે કહ્યું, "હું અત્યાર સુધી સોનાલીને મળ્યો નથી. તેણી ખૂબ સુંદર છે પરંતુ હું તેનો ફેન ક્યારેય રહ્યો નથી. મેં તેમની ફિલ્મોમાંથી ફક્ત એક જ જોઇ છે. પરંતુ જ્યારે તેને કેન્સર થવાની વાત સાંભળી ત્યારથી હું તેનો ફેન થઇ ગયો." શોએબે આગળ કહ્યું કે, ક્યારેય મારા રૂમમાં સોનાલીના કોઇ પોસ્ટર લાગ્યા ન હતા, પરંતુ મારા રૂમમાં માત્ર ઇમરાન ખાનના પોસ્ટર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement