શોધખોળ કરો
Advertisement
#BanTikTokIndia: પરેશ રાવલે ટિક ટોક માટે કર્યું આ ટ્વીટ, ઝડપથી થઈ રહ્યું છે વાયરલ
પરેશ રાવલ પહેલા અનેક સેલેબ્સ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિક ટોક હાલમાં વિવાદોમાં આવી ગયું છે. હવે દિગ્ગજ એક્ટર પરેશ રાવલે ટિકટોક પર પ્રતિબંધની માગ કરી છે. તેના માટે પરેશ રાવલે ખાસ ટ્વીટ કર્યું છે. ટિક ટોકને લઈને પરેશ રાવલનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ પરેશ રાવલના આ ટ્વીટ પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. ટિકટોકને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવામાં આવીરહ્યો છે. ખાસ કરીને ટ્વિટર પર લોકોએ વાંધાજનક વીડિયોને લઈને #BanTikTokIndia શરૂ કર્યું.
પરેશ રાવલે પોતાના ટ્વીટમાં ટિકટોક બંધ કરવાની માગ કરતાં લખ્યું કે, ‘બેન ટિકટોક.” પરેશ રાવલ પહેલા અનેક સેલેબ્સ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે. જાણીતા ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટિકટોક પર પ્રતિબંધ કરવાની માગ કરી છે.
તમને જણાવીએ કે, પરેશ રાવલે ઉપરાંત એક્ટ્રેસ પાયલ રોહતગીએ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ રેખા શર્મીએ પણ ટિકટોક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. રેખા શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યું, “હું એ વાતની પ્રબળ પક્ષધર છું કે ટિકટોક પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ અને આ ભારત સરકારને મોલવામાં આવશે. તેમાં માત્ર વાંધાજનક વીડિયો જ નથી પરંતુ આ યુવાઓને બિનકાર્યક્ષમ જીવન તરફ ધકેલી રહ્યું છે. જ્યાં માત્ર કેટલાક ફોલોઅર્સ માટે જીવવીમાં આવે છે અને મરવા માટે પણ તૈયાર છે.BAN TIK TOK .
— Paresh Rawal (@SirPareshRawal) May 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion