એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ લગ્ન પછી પહેલીવાર બનાવી રસોઇ, પતિ માટે શું બનાવ્યું? જુઓ વીડિયો
લગ્ન પછી કરિશ્માએ પહેલીવાર પોતાના હબી માટે રસોઇ બનાવી હતી. તેણે ગઈ કાલે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેને કેપ્શન આપ્યું છે, Pehli rasoi. Kuch meetha ho jaaye 😜🧡.
મુંબઈઃ બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી કરિશ્માએ પહેલીવાર પોતાના હબી માટે રસોઇ બનાવી હતી. તેણે ગઈ કાલે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેને કેપ્શન આપ્યું છે, Pehli rasoi. Kuch meetha ho jaaye 😜🧡.
View this post on Instagram
તેણે પતિ માટે મિષ્ટાન બનાવ્યું છે. તેમણે પહેલી રસોઇ પહેલા ભગવાનને જમાડી હતી. આ પછી બંનેએ એકબીજાને મિષ્ટાન ખવડાવ્યું હતું. આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ લાઇક કર્યો છે.
View this post on Instagram
લગ્ન બાદ કરિશ્મા અને વરુણે કેમેરામેન સામે પોઝ આપ્યા હતા. કરિશ્મા-વરુણના લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે.એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા છે. કરિશ્મા-વરુણના લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે.તસવીરોમાં વરુણ શેરવાનીમાં ખૂબ ડૈપર લાગી રહ્યો છે જ્યારે કરિશ્મા તન્ના પણ સુંદર દેખાઇ રહી છે.
કરિશ્મા અને વરુણ પાપારાઝીને ખૂબ પોઝ આપ્યા છે જ્યાં બંન્ને વચ્ચેનો પ્રેમ જોઇ શકાય છે. કરિશ્મા તન્ના અને વરુણ પોઝ દરમિયાન એકબીજાની આંખોમાં ડૂબેલા જોઇ શકાય છે. વરુણ-કરિશ્માની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. આ અગાઉ વરુણ અને કરિશ્માના અન્ય વેડિંગ ઇવેન્ટ્સની તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થઇ હતી.
કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી નોંધનીય છે કે કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ છેલ્લા વર્ષે નવેમ્બરમા સગાઇ કરી હતી. ત્યારબાદ આજે બંન્નેના લગ્ન થયા હતા.
View this post on Instagram