શોધખોળ કરો
Advertisement
કેટરીના કૈફ નવા પ્રેમીને ગળે મળી, સેલ્ફી વાયરલ થતાં કોની સાથે રિલેશનની ચર્ચાએ પકડ્યુ જોર, જુઓ તસવીર.......
પહેલા સલમાન ખાન સાથે અફેરની વાતો ચાલી રહી હતી, હવે તેની જગ્યાએ કેટરીનાનુ નામ એક્ટર વિક્કી કૌશલ સાથે જોડાઇ રહ્યું છે. આ વાતનો પુરાવો ખુદ કેટરીનાની એક સેલ્ફીએ આપ્યો છે
નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફ આજકાલ પોતાના રિલેશનને લઇને ખુબ ચર્ચાઇ રહી છે, પહેલા સલમાન ખાન સાથે અફેરની વાતો ચાલી રહી હતી, હવે તેની જગ્યાએ કેટરીનાનુ નામ એક્ટર વિક્કી કૌશલ સાથે જોડાઇ રહ્યું છે. આ વાતનો પુરાવો ખુદ કેટરીનાની એક સેલ્ફીએ આપ્યો છે, જે આજકાલ ખુબ વાયરલ થઇ રહી છે. જોકે, કેટરીના અને વિક્કી કૌશલે પોતાના રિલેશનને જાહેર નથી કર્યુ.
કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી છે, આ સેલ્ફીમાં તેને એક શખ્સને ગળે લગાવીને રાખ્યો છે, આ શખ્સને તે ગળે મળી રહી છે, અને તસવીરોમાં પતંગિયાના સ્ટીકર્સ લાગેલા છે. આ તસવીર વાયરલ થયા બાદ ફેન્સ કેટરીના કૈફ અને વિક્કી કૌશલના રિલેશન અંગે જોરશોરથી સોશ્યલ મીડિયા પર ચર્ચા કરી રહ્યાં છે. ફેન્સનુ માનવું છે કે કેટરીના વિક્કી કૌશલને ગળે મળી છે, એટલુ જ નહીં ફેન્સ આનો પુરાવો પણ આપી રહ્યાં છે.
ફેન્સે આપ્યો પુરાવો....
બન્નેના ફેન્સ હેશટેગ વિકેટ અને વિક્ટરીના લખીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યાં છે, અને આ તસવીરની સાથે વિક્કી કૌશલની તસવીર શેર કરી રહ્યાં છે. ખરેખરમાં કેટરીના જેની સાથે ગળે મળી છે, તે શખ્સે ડાર્ક યલો રંગનો આઉટફિટ પહેરેલો છે. હવે ફેન્સ વિક્કી કૌશલની તે તસવીરને આની સાથે શેર કરી રહ્યાં છે, જેમાં એક્ટરે ડાર્ક યલો રંગની ફૂલ સ્લીવ ટી-શર્ટ પહેરેલી છે.
આ રીતે શરૂ થઇ હતી બન્નેનુ રિલેશનશીપ....
ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ એકબીજાના રિલેશનશિપમાં હોવાની ચર્ચા તે સમયે શરૂ થઇ, જ્યારે વિક્કીએ કેટરીના કૈફને પોતાનો ક્રશ ગણાવ્યો હતો, અને બાદમાં તેની સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી. ગયા વર્ષે, અંબાણીની હોળી પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બન્ને ખુબ ક્લૉઝ દેખાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement