આ ઇવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, ફિલ્મ દર્શકોને તેનો અહેસાસ અપાવ્યા વગર જ તેમની વિચારવાની પ્રક્રિયા બદલી નાખે છે. તેથી જ ફિલ્મો અને સમાજ એક બીજાના પ્રતિબિંબ હોય છે.
2/6
કપિલ શર્માએ પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીર શેર કરતા પીએમના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરી હતી. બોલિવૂડમાં પીએમ મોદીના ઘણા બધા ચાહકો છે, એવામાં તેઓએ મોદી સાથે સેલ્ફી લેવાનો અવસર હાથમાંથી જવા દીધો નથી અને પીએમ સાથે સેલ્ફી લીધી હતી.
3/6
એકતા કપૂરે પણ પીએમ મોદી સાથે પિતા જિતેન્દ્રની આ તસવીરને શેર કરતા જણાવ્યું આ તેના પિતા માટે ફેંમ મૂમેન્ટ છે. તે પીએમના ફેન છે.
4/6
આ સમારોહમાં મનોજ કુમાર, આમિર ખાન, એઆર રહેમાન, આશા ભોસલે, પંડિત શિવકુમાર શર્મા, રણધીર કપૂર, કરણ જોહર, મધુર ભંડારકર, કિરણ શાંતારામ, બોની કપૂર, ડેવિડ ધવન, રોહિત શેટ્ટી, વહીદા રહેમાન, જિતેન્દ્ર કપૂર અને આશા પારેખ સહિત અનેક બોલિવૂડ હસ્તિઓ હાજર રહી હતી.
5/6
6/6
મુંબઈ: દેશના પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સિનેમાં સંગ્રહાલય(NMIC)નું ઉદ્ધઘાટન કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બી ટાઉટ સિતારાઓ સાથે મુલાકાત કરી હતી. આ સમારોહમાં ફિલ્મ અને ટીવી ઇન્ટસ્ટ્રીની જાણીતી હસ્તિઓ પણ ઉપસ્થિત રહી હતી. તે દરમિયાન સેલિબ્રિટીઓએ પીએમ સાથે તસ્વીરો પણ લીધી હતી અને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જાણીતા કોમેડિયન કપિલ શર્માએ પણ પીએમ સાથે મુલાકાત કરી હતી.