શોધખોળ કરો

PM Modi On Nandamuri Taraka Ratna Death: પીએમ નરેન્દ્ર મોદીએ નંદામુરી તારક રત્નના નિધન પર પાઠવી શ્રદ્ધાંજલિ, ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

PM Narendra Modi On Nandamuri Taraka Ratna Demise:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નંદામુરી તારક રત્નના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો.

PM Narendra Modi On Nandamuri Taraka Ratna Demise: દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર જુનિયર NTRના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજકારણી નંદામુરી તારકા રત્નનું શનિવારે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. આ સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મનોરંજન ઉદ્યોગના તમામ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નંદમુરી તારક રત્નને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નંદામુરી તારક રત્નનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ તારક રત્નને શ્રદ્ધાંજલિ આપી

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, 'શ્રી નંદામુરી તારક રત્ન ગરુના અકાળ અવસાનથી હું દુઃખી છું. તેમણે ફિલ્મો અને મનોરંજનની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ'.

તારક રત્નની સારવાર ચાલી રહી હતી

27 જાન્યુઆરીના રોજ તારક રત્ને નારા લોકેશની યુવાગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો. તેમણે કુપ્પમની એક મસ્જિદમાં નમાજ અદા કરી અને પછી મસ્જિદમાંથી બહાર આવીને તે અચાનક પડી ગયા હતા. તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરો તેઓને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી. તેઓ લાઈફ સપોર્ટ પર હતા અને ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

નંદામુરી તારક રત્નના નિધન પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. મહેશ બાબુએ ટ્વીટ કર્યું, 'તારક રત્નના અકાળ અવસાનથી આઘાત. બહુ જલ્દી ગયો ભાઈ. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે.

અલ્લુ અર્જુને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

અલ્લુ અર્જુને ટ્વીટ કર્યું, 'તારક રત્ન ગરુના નિધન વિશે જાણીને દિલ તૂટી ગયું. તમે બહુ જલ્દીથી નીકળી ગયા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે'. તે જ સમયે 'અખિલ અક્કીનેનીએ ટ્વિટ કર્યું, 'તારક રત્નાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના.

જણાવી દઈએ કે તારક રત્ન નંદમુરી તારક રામારાવ ઉર્ફે એનટીઆરના પૌત્ર છે. તેણે અમરાવતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી, જેમાં તેના કામની ખૂબ ચર્ચા થઈ હતી. વર્ષ 2022માં, તારક રત્ને 9 કલાકની વેબ સિરીઝ સાથે તેની ઓટીટીની શરૂઆત કરી, પરંતુ તે તેના પિતરાઈ ભાઈ જુનિયર એનટીઆર જેટલી લોકપ્રિયતા મેળવી શક્યો નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget