પૂજાએ વધુમાં કહ્યું કે, એકવાર મુંબઇ એરપોર્ટ પર તેની પાસે બેઠેલો એક મિત્રએ તેની બ્રેસ્ટ પર હાથ ફેરવ્યો હતો. તેને કહ્યું કે 11 વર્ષ સાથે રહ્યા બાદ 2014માં મારા લગ્ન તુટ્યા તો એક પબ્લિકેશન હાઉસે મારા પિતાને પુછ્યુ. હું જ પાપાને બધુ બતાવી દઉં. પૂજાના લગ્ન 2003માં બિઝનેસમેન મનીષ માખીજા સાથે લગ્ન થયા હતા, પણ 2014માં બન્ને અલગ થઇ ગયા હતા.
3/6
નોંધનીય છે કે પોતાના જમાનાની હિટ એક્ટ્રેસ પૂજા ભટ્ટ હવે પોતાની અપકમિંગ ફિલ્મ 'સડક 2'માંથી બૉલીવુડમાં ફરીથી એન્ટ્રી કરી રહી છે. આમાં પૂજાની સાથે આલિયા અને સંજય દત્ત જોવા મળશે.
4/6
સંસ્થાની એક ઇવેન્ટ દરમિયામ મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટે પોતાની સાથે થયેલા સેક્સૂઅલ હેરેસમેન્ટનો ખુલાસો કરતાં કહ્યું કે, મહિલા ઘરે હોય કે બહાર ક્યાંય સુરક્ષિત નથી.
5/6
મુંબઇઃ બૉલીવુડમાં તનુશ્રી દત્તા બાદ હવે યૌન શોષણના મુદ્દે બીજી એક અભિનેત્રીએ પોતાની આપવીતી જણાવી છે. બૉલીવુડની અભિનેત્રી અને મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટે યૌન શોષણનો ખુલાસો કર્યો છે.
6/6
ઇવેન્ટ દરમિયાન પૂજા ભટ્ટે મહિલાઓની સાથે થઇ રહેલા યૌન શોષણ પર ખુલીને વાત કરી. પૂજાએ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનની આપવીતી જણાવતા એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે એક દારુડિયા સાથે રિલેશનશિપમાં હતી અને જે તેને ખુબ મારતો હતો.