જણાવી દઈએ કે, ગૌરી લંકેશ મર્ડર કેસમાં આરોપીની ધરપકડ છતાં SITને આ કેસ ઉકેલવામાં સમય લાગી રહ્યો છે. જોકે, SITનો દાવો છે કે, તે કેસ ઉકેલવાની એકદમ નજીક છે. SIT હવે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક અને તે બાઈકસવારની શોધ કરી રહી છે જે હત્યાના આરોપીને ઘટનાસ્થળ સુધી લઈ ગયો હતો. આ મામલે પરશુરામ વાઘમોરે નામના એક શખસની ધરપકડ કરવામાં આવી છે જેણે હત્યા કર્યાનું કબુલ્યું છે.
2/4
સૂત્રો અનુસાર, પ્રકાશ મેંગ્લોરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા અને ત્યાં જ તેમની હત્યા કરવાનો પ્લાન હતો. જોકે, SIRએ આ વાતની પુષ્ટિ કરી નથી. જપ્ત કરવામાં આવેલી એક નોટબુકમાં 11 લોકોના નામ લખેલા હતા પણ કેટલાક નામોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. SITએ હોમ મિનિસ્ટ્રીને આ 11 લોકો માટે ચુસ્ત બંદોબસ્ત કરવા માટે સૂચવ્યું છે.
3/4
એસઈટીએ આરોપી પરશુરાન વાઘમોરે અને અન્ય લોકો સાથે કરેલ પૂછપરછમાં આ વાત સામે આવી કે, હત્યારાઓ પ્રકાશ રાજનું પણ ખૂન કરવા માગતા હતા. અસલમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ પ્રકાશ રાજે રાઈટ વિંગ સંગઠનો વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ નિવેદનોએ પત્રકારના હત્યારાઓને ઉશ્કેર્યા હતા.
4/4
નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેતાર પ્રકાશ રાજ ગૌરી લંકેશના હત્યારાઓના નિશાના પર હતા. લંકેશની હત્યાની તપાસ કરી રહેલ એસઆીટીને આ વાત તપાસમાં જાણવા મળી છે. તેના પર પ્રતિક્રિયા આપતા પ્રકાશ રાજે કહ્યું કે, આવા સમાચારથી તેનો અવાજ દબાશે નહીં, પરંતુ વધારે ઉંચો જશે. રાજે ટ્વિટર પર આ અહેવનો ન્યૂઝ રિપોર્ટ શેર કરતાં હત્યારાઓને ડરપોક ગણાવ્યા અને કહ્યું કે, નફરતની આ રાજનીતિથી તે બચી નહીં શકે.