શોધખોળ કરો
Advertisement
‘આલ્કોહોલ બ્રાન્ડ’ની જાહેરાત કરવા પર ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- ‘છોકરી બગડી ગઈ’
સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક આલ્કોહોલ બ્રાંડની એડ કરતી નજરે પડી રહી છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા હાલમાં પોતાના પતિ નિક જોનસ અને જેઠાણી સોફી ટર્નરની સાથે મિયામીમાં રજા ગાળી રહી છે. હાલમાં જ પ્રિયંકાને એક તસવીરને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. આ તસવીરમાં મધુ ચોપરા અને નિકની સાથે સિગરેટ પીતી જોવા મળી રહી હતી. જોકે હવે તે પોતાની એક એડને કારણે ટ્રોલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક આલ્કોહોલ બ્રાંડની એડ કરતી નજરે પડી રહી છે. પ્રિયંકાએ આ વીડિયો પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, જિંદગી ખુદને વારંવાર સુદ્ઢ બનાવવાની છે. તમને દરેક અવસરને હાથમાં લેવો પડશે અને જોખમ પણ ઉઠાવવું પડશે. સફળતા સૌ પોતાની હોય છે. આ જ વસ્તુ છે જેને તમે કમાયું છે.
પ્રિયંકા આ વીડિયો શેર કરીને ફરી એકવાર યૂઝર્સના નિશાને આવી. એક યૂઝરે લખ્યું કે, ‘લાગે છે કે દીદી પોતાના અસ્થમાને ઠીક કરવા માટે દારુ પી રહી છે’ તો બીજા યૂઝરે લખ્યું કે, ‘મતલબ દીદીનું કહેવું છે કે તેણે પીને પ્રાઈડ મેળવ્યું છે’ તો અન્ય યૂઝરે કહ્યું કે, ‘અસ્થમા ઠીક થયો કે શું? છોકરી હાથમાંથી નીકળી ગઈ’. લગ્ન પહેલા પ્રિયંકાએ વીડિયો શેર કરતા લોકોને આ વિશે જણાવ્યું હતુ કે તે અસ્થમાંથી પીડિત છે. પ્રિયંકાએ કહ્યું કે હું 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાની બિમારીથી લડી રહી છું. મારી માં મને ખુબ મદદ કરે છે. પહેલા લોકો કહેતા હતા કે વધારે દવા ન લેસ તને દવાની આદત પડી જશે. આ કારણે મેં ગોળીયો લેવાનું બંધ કરી દીધું છે. તેના કરતા ઈનહેલર વધારે સારૂ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion