શોધખોળ કરો
Advertisement
આતંકી હુમલા બાદ આ એક્ટરે કહ્યું- કાશ્મીરમાં જનમત સંગ્રહ કેમ નથી કરાવતી સરકાર
નવી દિલ્હીઃ અભિનેતાથી નેતા બનેલ કમલ હાસને પુલવામાં આતંકી હુમલા બાદ હૈરાન કરે તેવું નિવેદન આપ્યું છે. કમલ હાસને કાશ્મીરમાં જનમત સંગ્રહની વાત કહી છે. તેમણે કહ્યું, ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ શા માટે નથી કરાવતી. સરકાર કોનાથી ડરે છે? ભારત અને પાકિસ્તાન બન્નેના નેતાઓને જવાબદાર ગણાવતા કમલ હાસને કહ્યું, ‘જો બન્ને પક્ષના રાજનેતા યોગ્ય વ્યવહાર કરે છે, તો એક પણ જવાનની મરવાની જરૂર નહીં પડે.
કમલ હાસને કહ્યું કે, જનમત સંગ્રહ કરો અને લોકો સાથે વાત કરો. તેમણે (સરકારે) તેમ શા માટે ન કર્યું? તેઓ કેનાથી ડરે છે? તે રાષ્ટ્રને વિભાજિત કરવા માગે છે? તમે તેની સાથે(કાશ્મીરીઓ) ફરી કેમ નથી પૂછતા? તેઓ આવું નહીં કરે? હવે આ(કાશ્મીર) ભારતનો ભાગ છે, આ જ સ્થિતિ સરહદ પાર(પીઓકે) પણ રહે છે. આઝાદ કાશ્મીરમાં તેઓ જેહાદીઓના ફોટાનો ઉપયોગ ગાડીઓમાં હીરોના રૂમાં ચિત્રિત કરવા માટે કરે છે, આ પણ એક મૂર્ખામીભરી વાત છે.
કમલ હાસને કહ્યું કે, ભારત પણ મૂર્ખામી જેવો વ્યવહાર કરે છે, આ યોગ્ય નહીં. જો આપણે એ સાબિત કરવા માગીએ છીએ કે, ભારત એક સારો દેશ છે, તો આપણે એ પ્રકારનો વ્યવહાર પણ કરવો જોઈએ. ત્યાં રાજનીતિ શરૂ છે, નવી રાજનીતિ સંસ્કૃતિ બને છે. કમલ હાસન ચૈન્નઈમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને તેમને પૂલવામાં હુમલા વિશે પૂછવામાં આવ્યું હતું.Makkal Needhi Maiam leader Kamal Hassan at an event in Chennai yesterday: Why India is not holding a plebiscite in Kashmir? What are they (Indian government) afraid of? pic.twitter.com/9M6bS5JoWV
— ANI (@ANI) February 18, 2019
Makkal Needhi Maiam leader Kamal Hassan at an event in Chennai yesterday: Why do the soldiers die? Why should our home's watchman die? If politicians on both sides (in India & in Pakistan) behave properly, no soldier needs to die. The Line of Control will be under control. pic.twitter.com/ec7tDrQwIn
— ANI (@ANI) February 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement