રાજ કુંદ્રાને લઈને પોલિસ ઘરે પહોંચતાં શિલ્પા વિફરી, રાજ સાથે પોલીસની હાજરીમાં જ કર્યો જોરદાર ઝગડો ને પછી..........
શિલ્પા શેટ્ટી રાજ સાથે જોરદાર ઝઘડી પડી, રાજને ત્યાં આખી પોલીસ ટીમની સાથે લાવવામાં આવ્યો હતો. પોલીસે શિલ્પા સાથે પણ કડક પુછપરછ કરી હતી,
મુંબઇઃ બૉલીવુડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) આજકાલ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના કેસમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજ કુન્દ્રાની ધરપકડ કરી લીધી છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. 23 જુલાઇએ રાજને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ પછી તેના રિમાન્ડને 27 જુલાઇ સુધી કોર્ટે વધારી દીધા હતા. હવે પોલીસ તેના ઘરની તપાસ કરી રહી છે.
તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમ આ દરોડા દરમિયાન રાજ કુન્દ્રાને સાથે લઇને શિલ્પાના ઘરે પહોંચી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટી સાથે તેના ઘરમાં કડક પુછપરછ કરી હતી, એટલુ જ નહી રાજ કુન્દ્રાને પણ સાથે બેસાડ્યો હતો. આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ઝઘડી પડ્યા હતા. શિલ્પાએ પોલીસની હાજરીમાં જ રાજ સાથે જોરદાર ઝઘડો કર્યો હતો.
ફ્રી પ્રેસ જનરલની ખબર અનુસાર, શિલ્પા શેટ્ટી રાજ સાથે જોરદાર ઝઘડી પડી, રાજને ત્યાં આખી પોલીસ ટીમની સાથે લાવવામાં આવ્યો હતો. પોલીસે શિલ્પા સાથે પણ કડક પુછપરછ કરી હતી, જેનાથી શિલ્પા ગભરાઇ ગઇ હતી, તે પુછપરછ દરમિયાન ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી હતી. એક્ટ્રેસ રડતા રડતા પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યુ કે, આ કેસ અને એપ સાથે તેને કોઇ લેવાદેવા નથી, એટલે સુધી કે તેને કંઇજ ખબર નથી કે તેનો પતિ આવી કોઇ એપ બનાવી રહ્યો છે
આવામાં હવે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધુ પડતી વધી ગઇ છે. મીડિયા રિપોર્ટનુ કહેવુ છે કે રાજની ઓફિસમાં કામ કરનારા કેટલાક કર્માચારીઓ હવે રાજની વિરુદ્ધ આ કેસમાં પોલીસના સાક્ષી બની ચૂક્યા છે. જે કારણથી પોલીસનો આ કેસ હવે વધુ તગડો બની ગયો છે. રાજ કુન્દ્રા અત્યારે જેલમાં છે. પોલીસ આ કેસને વધુ કડક અને પાક્કો કરવામાં લાગી છે. કોર્ટના આગામી તારીખ સુધી પોલીસ આ કેસને વધુ કડક બનાવી દેવા માંગે છે જેથી રાજ કુન્દ્રાને સજા અપાવી શકાય.