પોર્ન ફિલ્મો બનાવવા મામલે પોતાની ધરપકડ ના થાય તે માટે રાજ કુન્દ્રાએ કેટલા લાખની આપી હતી લાંચ, કોણે કર્યો આ મોટો ઘટસ્ફોટ, જાણો.....
મિડ ડે અનુસાર, આ આરોપી અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુરે લગાવ્યો છે. જેનુ નામ આ રેકેટમાં સાગરિત તરીકે માર્ચ મહિનામાં સામે આવ્યુ હતુ.
મુંબઇઃ પોર્ન વીડિયો કેસમાં મુંબઇની ક્રાઇમ બ્રાન્ચ ટીમે રાજ કુન્દ્રા વિરુદ્ધ તપાસ તેજ કરી દીધી છે. પોલીસે તેના તમામ ઓફિસની તપાસ કરી જેથી તેની વિરુદ્ધ કેસ નક્કી કરી શકાય. આ બધાની વચ્ચે ફરાર આરોપીનો દાવો છે કે રાજે ધરપકડથી બચવા ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરોને 25 લાખ રૂપિયાના લાંચ આપી હતી.
મિડ ડે અનુસાર, આ આરોપી અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુરે લગાવ્યો છે. જેનુ નામ આ રેકેટમાં સાગરિત તરીકે માર્ચ મહિનામાં સામે આવ્યુ હતુ. રિપોર્ટનુ માનીએ તો માર્ચે જ અરવિંદ એસીબીને મેઇલ કરીને આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં ધરપકડથી બચવા માટે રાજ કુન્દ્રાએ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરોને 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી. યશ ઠાકુરે આ ફરિયાદ મુંબઇ પોલીસ ચીફ ઓફિસ સુધી મોકલી હતી. જોકે પોલીસે હજુ સુધી આ મામલે કોઇ સ્પષ્ટતા નથી આપી.
રાજ કુન્દ્રાની પોર્ન વીડિયો મામલામાં 19 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી, આ પછી તેને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે તેના ઘરે પણ રેડ કરી જેમાં તેમને 70 વીડિયો મળી આવ્યા છે, જે પીએમ ઉમેશ કામતે કેટલાય પ્રૉડક્શન હાઉસની મદદથી બનાવ્યા હતા.
વળી, બીજીબાજુ પોલીસનુ કહેવુ છે કે રાજ કુન્દ્રા કેસની તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. આમાં પહેલા પણ તેના વકીલે રાજ કુન્દ્રા પર ઇન્ફોર્મેશન ટેકનોલૉજી એક્ટ અંતર્ગત 67A લગાવવાનો વિરોધ કર્યો હતો. તેમને કહ્યું કે કન્ટેન્ટ વલ્ગર જરૂર હતી પરંતુ તેને પોર્નોગ્રાફીની કેટેગરીમાં નથી રાખી શકાતી.
Raj Kundra Case: ફરી વધી રાજ કુંદ્રાની મુસીબત, ક્રાઈમ બ્રાંચને મળ્યા ઉમેશ કામતના શૂટ કરેલ 70 વીડિયો---
અશ્લીલ ફિલ્મના બનાવવાના આરોપમાં ધરપકડ થયેલ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. પોલીસની તપાસમાં નવા પુરાવ પોલીસને હાથ લાગ્યા છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોનો બિઝનેસ કરતા હતા. હાલમાં જ ક્રાઈમ બ્રાંચને અનેક પ્રોડક્શન હાઉસ પાસેથી 70 વીડિયો મળી આવ્યા છે જે રાજના પૂર્વ પીએ ઉમેશ કામતે શૂટ કર્યા હતા.
ફેરેન્સિકમાં મોકલાશે વીડિયો
હવે આ પુરાવાને ક્રાઈમ બ્રાંચ ટૂંકમાં જ સર્વરને ફોરેન્સિક વિશ્લેષણને એ જાણવા માટે મોકલશે કે શું રાજ કુંદ્રા (Raj Kundra) તેનો ઉપયોગ પોતાની યૂકે સ્થિત શેલ કંપની કિનિનને અશ્લીલ સામગ્રી અપલોડ કરવા માટે કર્યો હતો કે નહીં.
વોટ્સએપ ચેટ
નવભારતટાઇમ્સ ઓનલાઇનની પાસે રાજ કુન્દ્રા અને પ્રદીપ બખ્શીની ચેટ્સની કૉપી છે. આ કૉપીઓથી જાણવા મળે છે કે રાજ કુન્દ્રાએ પોતાના વૉટ્સએપમાં એક ગૃપ બનાવ્યુ હતુ, આ ગૃપનાએડમિન પણ રાજ કુન્દ્રા જ હતા. ગૃપમાં રાજ કુન્દ્રા ઉપરાંત કુલ 4 લોકો એડ હતા, મેઘા વિયાન એકાઉન્ટ્સ, પ્રદીપ બખ્શી, રૉબ ડિજીટલ માર્કેટિંગ હૉટશૉટ્સ અને રૉય ઇવાન્સ કન્ટેન્ટહેડ હૉટશૉટ્સ સામેલ હતા.
આ વૉટ્સએપ ચેટ ઓક્ટોબર 2020ની છે. આ ચેટ્સથી જાણી શકાય છે કે એપ પર લાઇવ શૉ દ્વારા 1.85 લાખ રૂપિયા અને ફિલ્મોથી દરરોજના 4.53 લાખ રૂપિયાની કમાણી થઇ રહી હતી. તે સમય સુધી પૉર્ન કન્ટેન્ટ વાળી એપ હૉટશૉટ્સના 20 લાખ સબ્સક્રાઇબર થઇ ચૂક્યા હતા.
રાજ કુન્દ્રા આ ચેટમાં પ્રદીપ બશ્ખી સાથે આર્ટિસ્ટોને બાકીના પૈસા જલ્દી આપવાની વાત કરી રહ્યો છે. રાજ કુન્દ્રાએ બખ્શીને કહ્યું કે તેની એક લાઇવ કરવા વાળી આર્ટિસ્ટ પ્રિયા સેનગુપ્તાને પેમેન્ટ નથી મળ્યુ, અને તેને તરતજ આપવામાં આવે. 10 ઓક્ટોબરની ચેટથી એ વાતનો ખુલાસો થયો હતો કે કુલ 81 આર્ટિસ્ટે સમય પર પૈસા નહીં મળવાની ફરિયાદ કરી છે.