શોધખોળ કરો
Advertisement
લગ્ન બાદ 2 વર્ષમાં જ રાજીવ કપૂરના થઇ ગયા હતા ડિવોર્સ, આ કારણે વિતાવી એકલા જ જિંદગી, જાણો શું કરે છે એકસ વાઇફ?
અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. લાઇમ લાઇટથી દૂર રહેનાર રાજીવ કપૂરની જિંદગીમાં એકલતા હતી. લગ્ન બાદ માત્ર 2 વર્ષમાં જ તેમના ડિવોર્સ થઇ ગયા હતા.
અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. લાઇમ લાઇટથી દૂર રહેનાર રાજીવ કપૂરની જિંદગીમાં એકલતા હતી. લગ્ન બાદ માત્ર 2 વર્ષમાં જ તેમના ડિવોર્સ થઇ ગયા હતા.
કપૂર પરિવારે બોલિવૂડને શાનદાર સિતારા આપ્યા છે. અચાનક ઋષિ કપૂર બાદ રાજીવ કપૂરના નિધનના કારણે કપૂર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. લાઇટ લાઇટથી દૂર રહેનાર રાજીવ કપૂર તેમના પરિવારથી ખૂબ નજીક હતા.
રાજીવ કપૂરે આરતી સબરવાલ સાથે લગ્ન કર્યાં હતા. લગ્નના 2 વર્ષ બાદ જ બંનેએ જુદા થઇ જવાનો નિર્ણય કર્યો. આરતીએ રાજીવ કપૂરને 2 વર્ષમાં ડિવોર્સ આપી દીધા. આરતી સબરવાલા એક આર્કિટેક્ટ છે. 2 વર્ષ ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. જો કે આ લગ્ન લાંબો સમય ન ટક્યાં.
રાજીવ કપૂરને કોઇ બાળકો નથી પરંતુ કપૂર ફેમિલાના દરેક સભ્યથી ખૂબ નજીક છે. દરેક ફેમિલી ફંકશનમાં તે હાજર રહેતા. તાજેતરમાં જ રણધીર કપૂરના જન્મદિવસે એકઠા થયેલા કપૂર ફેમિલીએ તેમની કમી ખૂબ મહેસૂસસ કરી હતી અને ગમગીનીના માહોલમાં બર્થ ડે મનાવ્યો હતો.
ડિવોર્સ લીધા બાદ આરતી સબરવાલાએ તેમનો આર્કિટેક્ટનો બિઝનેસ કેનેડા શિફ્ટ કરી દીધો અને તે કેનેડા શિફટ થઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર તેના વિશે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. રાજીવ કપૂરનું નામ અનેક અભિનેત્રી સાથે જોડાયું હતું. જો કે તેમણે આ અફવા પર ક્યારેય ધ્ચાન ન આપ્યું અને પહેલા પ્રેમમાં નિષ્ફળ જતાં તેમણે આખી જિદંગી એકલા જ રહેવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement