શોધખોળ કરો
જેલની હવા ખાઈને આવેલ આ એક્ટર ફિલ્મોમાં કરશે શાનદાર કમબેક, જાણો કઈ ફિલ્મમાં ચમકશે
રાજપાલ યાદવ ઘણાં સમયથી બોલિવૂડથી દૂર છે. ડેવિડ ધવનની ફિલ્મમાં કામ મળવાથી રાજપાલ યાદવ ખૂબ જ ખુશ છે.

નવી દિલ્હીઃ 1995માં આવેલ ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ કુલી નં. 1ની રીમેક બની રહી છે. તેમાં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જગ્યાએ વરૂણ ધવન અને સારા અલી ખાન જોવા મળશે. કુલી નંબર 1ની સ્ટારકાસ્ટમાં અભિનેતા રાજપાલ યાદવનું નામ પણ સામેલ છે. રાજપાલ યાદવ ઘણાં સમયથી બોલિવૂડથી દૂર છે. ડેવિડ ધવનની ફિલ્મમાં કામ મળવાથી રાજપાલ યાદવ ખૂબ જ ખુશ છે. રાજપાલે કહ્યું હતું, ‘હું ડેવિડ તથા વરુણ ધવનનો આભારી છું, જેમણે મને રીમેકમાં કામ કરવાની તક આપી. હું ત્રીજીવાર વરુણ ધવન સાથે કામ કરવા જઈ રહ્યો છું.’ આ પહેલા વરૂણ અને રાજપાલ યાદવ જુડવા અને મે તેરા હીરોમાં સાથે જોવા મળ્યા હતા. બન્ને ફિલ્મોનું ડાયરેક્શન ડેવિડ ધવને કર્યું હતું. રાજપાલ યાદવે આગળ કહ્યું કે, ‘રામગોપાલ વર્માજીએ ‘જંગલ’માં મને એક્ટર તરીકે ઓળખ અપાવી હતી. ‘હંગામા’થી મને લોકપ્રિયતા મળી હતી. ડેવિડ ધવને ‘જુડવા 2’માં મારી એક્ટિંગ પ્રતિભાને ઉજાગર કરી હતી. ફરીવાર આવી જ તક આપવા માટે તેમનો ઘણો જ આભાર.’ થોડા દિવસ પહેલા રાજપાલ યાદવ રૂપિયા ન ચૂકવવાના આરોપમાં જેલમાં બંધ હતા. જેલ જવાને કારણે રાજપાલની ઘણી ચર્ચા થઈ હતી. અહેવાલ છે કે, રાજપાલ યાદવ સલમાન ખાનના શો બિગ બોસ 13માં ભાગ લઈ શકે છે. મેકર્સે રાજપાલને એપ્રોચ કર્યો છે. જોકે હજુ સુધી આ મામલે બન્ને પક્ષમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી.
વધુ વાંચો




















