શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું રાખી સાવંત ખરેખર ગર્ભવતી છે? ખુદ પતિ રિતેશે કર્યો મોટો ખુલાસો
રાખી સાવંતે થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતે વિતેલા ઘણાં સમયથી એવો દાવો કરી રહી છે કે તેણે એક એનઆરઆઈ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. જોકે લોકોને તેના દાવા પર વિશ્વાસ નથી. કારણ કે હજુ સુધી રાખીનો પતિ કેમેરા સામે આવ્યો નથી. માત્ર રાખી જ તેના લગ્નનના પૂરાવા સોશ્યલ મીડિયા પર રાખી રહી છે. જોકે રાખી સાવંતના પિત સાથે સ્પોટબોયે ખાસ વાતચીત કરી છે. તેણે પર્સનલ લાઈફ સાથે જોડાયેલ અનેક સવાલોના જવાબ આપ્યા.
રાખી સાવંતે થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. હવે તેના પતિએ એક વાતચીતમાં રાખીની આ વાતને ફગાવી દીધી હતી. રિતેશે રાખીની પ્રેગ્નેન્સીને લઈને કહ્યું હતું કે, હાલ તે નથી, પણ ટુંક સમયમાં તે થઈ જશે. મને લાગે છે, કે અમારા બે બાળકો થશે, પહેલી દિકરીને બીજો દિકરો.
રાખી સાવંતના પતિ રિતેશે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, હું એકદમ સાધારણ વ્યક્તિ છું, જે સવારે 9 વાગ્યે ઓફિસ જાય છે અને સાંજે 6 વાગ્યે ઘરે પાછો આવે છે. હું જાણું છું કે, જ્યારે રાખી સાથે મારા લગ્નની વાત કરી તો ઘણા બધા લોકોએ કહ્યું હતું કે, હું અસ્તિત્વમાં જ નથી.
રાખીના પતિ ક્યારેય કેમેરા સામે કેમ નથી આવ્યો તેને લઈને જવાબ આપતા કહ્યું હતું કે, આખરે તેણે કેમેરા સામે કેમ આવવું જોઈએ? આનાથી તેમને શું મળશે? કદાચ આનાથી પણ વધારે વિવાદાસ્પદ લખવામાં આવશે. આજ થશે ને.
રાખીના પતિએ એ મામલે પણ પોતાનો પક્ષ રજુ કર્યો હતો કે જેમાં રાખીએ પરિવાર દ્વારા બોલ્ડ સીન ના આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. રિતેશે કહ્યું હતું કે, હા, તે હવે પરિણિત છે અને તેની નવી જીંદગી છે. કોને સારૂ લાગે કે તેની પત્ની ઓનસ્ક્રીન બોલ્ડ સીન કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion