ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR-2026) કામગીરી માટે BLO અને BLO સુપરવાઇઝરને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ભથ્થું ચૂકવવામાં આવશે.
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) કામગીરીમાં જોડાનારા બુથ લેવલ અધિકારીઓ (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે વિશેષ ભથ્થાની જાહેરાત કરી છે

- ગુજરાત સરકારે BLO, સુપરવાઈઝરને વિશેષ ભથ્થું જાહેર કર્યું છે.
- મતદારયાદી સુધારણા માટે BLOને ₹4000, સુપરવાઈઝરને ₹6000 અપાશે.
- આ ભથ્થું વાર્ષિક વેતન ઉપરાંત એક વખત ચૂકવવામાં આવશે.
- કામગીરીની સમીક્ષા પછી જ ભથ્થાની ચૂકવણી કરાશે.
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) કામગીરીમાં જોડાનારા બુથ લેવલ અધિકારીઓ (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે વિશેષ ભથ્થાની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ) તરફથી 17 ઓગસ્ટ, 2026ના સત્તાવાર ઠરાવ બહાર પાડી ભથ્થાની જાહેરાત કરી હતી. ઠરાવ મુજબ SIR-2026 દરમિયાન મતદારયાદીની ખાસ સુધારણા કામગીરી માટે નિયુક્ત BLOને રૂ.4,000 અને BLO સુપરવાઇઝરને રૂ.6,000નું વિશેષ એક વખતનું ભથ્થું ચૂકવવામાં આવશે. આ રકમ તેમને મળતા વાર્ષિક માનદ વેતન ઉપરાંત ચૂકવાશે. SIR કામગીરી દરમિયાન BLO અને BLO સુપરવાઇઝરો તરફથી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કરશે. ફરજના દિવસો અને કામગીરીની સમીક્ષા બાદ નિયમ મુજબ વિશેષ ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે. ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે BLO તથા BLO સુપરવાઇઝરની નિમણૂક SIR કામગીરીના સમયગાળા દરમિયાન થાય ત્યારે તેમને નિયત વિશેષ ભથ્થું ચૂકવવાનું રહેશે. કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ તરફથી આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ રહેશે.
BLO અને સુપરવાઈઝરને મળશે વિશેષ ભથ્થું
સરકારના ઠરાવ અનુસાર SIR-2026 દરમિયાન મતદાર યાદીની ખાસ સુધારણા કામગીરી માટે નિયુક્ત BLOને રૂ.4,000નું જ્યારે BLO સુપરવાઈઝરને રૂ.6,000નું વિશેષ ભથ્થું ચૂકવાશે. આ ભથ્થું તેમને મળતા વાર્ષિક માનદ વેતન ઉપરાંત એક વખત ચૂકવવામાં આવશે. SIRની કામગીરી દરમિયાન BLO અને BLO સુપરવાઈઝરો દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવશે. ફરજના દિવસો અને કામગીરીની સમીક્ષા કર્યા બાદ નિયમો મુજબ વિશેષ ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે.
SIRના સમયગાળા દરમિયાન નિમણૂક થનારને પણ લાભ
ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SIRની કામગીરીના સમયગાળા દરમિયાન BLO અથવા BLO સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવે તો તેમને નિયત વિશેષ ભથ્થું ચૂકવવાનું રહેશે. સાથે જ SIRની કામગીરી દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
કામગીરીની સઘન સમીક્ષા બાદ સીધા ખાતામાં જમા થશે રકમ
આ ચુકવણું મેળવવા માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવશે. કર્મચારીએ બજાવેલી ફરજના દિવસો અને તેમની કામગીરીની ગુણવત્તા ચકાસ્યા બાદ જ ચૂકવણીનો આખરી નિર્ણય લેવાશે. લાયકાત ધરાવતા અને સક્રિય કર્મચારીઓનું વાર્ષિક માનદ વેતન અને આ વિશેષ ભથ્થાની રકમ બંને એકીસાથે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના આ સત્તાવાર નિર્ણયથી ફિલ્ડ સ્ટાફની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થયું છે, જેના કારણે આગામી સમયમાં મતદાર યાદી સુધારણાની કામગીરી વધુ સચોટ અને વેગવંતી બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.
Frequently Asked Questions
ગુજરાતમાં BLO અને સુપરવાઈઝરને કયા કામ માટે વિશેષ ભથ્થું મળશે?
BLO અને BLO સુપરવાઇઝરને કેટલું વિશેષ ભથ્થું ચૂકવવામાં આવશે?
SIR-2026 દરમિયાન મતદારયાદીની ખાસ સુધારણા કામગીરી માટે નિયુક્ત BLOને રૂ.4,000 અને BLO સુપરવાઇઝરને રૂ.6,000નું વિશેષ એક વખતનું ભથ્થું ચૂકવવામાં આવશે.
આ વિશેષ ભથ્થું ક્યારે અને કેવી રીતે ચૂકવવામાં આવશે?
મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા ફરજના દિવસો અને કામગીરીની સમીક્ષા બાદ નિયમો મુજબ ચૂકવવામાં આવશે. રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થશે.
શું આ વિશેષ ભથ્થું વાર્ષિક માનદ વેતન ઉપરાંત મળશે?
હા, આ વિશેષ ભથ્થું તેમને મળતા વાર્ષિક માનદ વેતન ઉપરાંત એક વખત ચૂકવવામાં આવશે. SIR દરમિયાન નિમણૂક પામેલાને પણ આ લાભ મળશે.





















