શોધખોળ કરો
Advertisement
કોરોના વાઇરસને ખતમ કરવા ચીન પહોંચી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ‘વાઇરસને ખતમ કરીને જ પરત ફરીશ’
રાખીનો આ વીડિયો લોકોને ખૂબ જ ફની લાગી રહ્યો છે. રાખી રેડ આઉટફિટમાં નજર આવી રહી છે અને તેણે મંગળસૂત્ર પહેરી રાખ્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ વખતે કોરોના વાઇરસ પર ઇન્સ્ટાગ્રામ વીડિયો બનાવીને ફરી તે ચર્ચામાં આવી છે. રાખીએ વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહી છે કે તે કોરોના વાઇરસ સામે લડવા માટે ચીન પહોંચી છે. રાખીએ દાવો કર્યો છે કે, હવે તે કોરોના વાઇરસને ખત્મ કરીને જ દમ લેશે.
રાખી સાવંતે વીડિયો શેર કરતાં લખ્યું, ‘ચીન જઈ રહી છું, કોરોના વાઇરસને ખત્મ કરવા...’ તેના આ વીડિયોને અત્યાર સુધીમાં 70 હજારથી વધારે વ્યૂ મળ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાખી સાવંત ફ્લાઇટની અંદર બેઠી છે અને વીડિયો રેકોર્ડ કરી રહી છે. તે કહે છે, ‘હું હાલમાં ફ્લાઈટમાં છું અને ચીન જઈ રહી છું. કોરોના વાઇરસને મારવા માટે મારી સાથે ઘણાંબધા સિપાહી પણ છું. હું વાઇરસને મારીને જ પરત ફરીશ. હવે કોઈ બીમાર નહીં રહે. મોદી જી હું ચીન જઈ રહી છું. દુઆ કરજો કે હું સલામત પરત ફરું.’ સાથે જ તે કહે છે, ‘મેં નાસાથી તેને મારવા માટે ખાસ દવા મગાવી છે.’
રાખીનો આ વીડિયો લોકોને ખૂબ જ ફની લાગી રહ્યો છે. રાખી રેડ આઉટફિટમાં નજર આવી રહી છે અને તેણે મંગળસૂત્ર પહેરી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે 2019માં રાખી સાવંત પોતાના લગ્નને લઈને ચર્ચામાં આવી હતી. રાખીએ લગ્ન તો કરી લીધા પરંતુ તેનો પતિ કોણ છે આ કોઈ નથી જાણતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement