શોધખોળ કરો
‘રાધે મા’ને ટક્કર આપવા આવી ‘આધે મા’, બોલિવૂડની આ એક્ટ્રેસે શરૂ કર્યા નવા ધતિંગ
રાખીના આ વીડિયોની રસપ્રદ વાત એ છે કે, તે વીડિયોમાં પોતાને આધે મા કહી રહી છે.
મુંબઈઃ ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના સિક્રેટ લગ્ન બાદ સતત ચર્ચામાં છે. દરરોજ રાખી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની મેરિડ લાઇફ વિશે અવનવા ખુલાસો કરી તમામ લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. રાખીના સિક્રેટ લગ્ન બાદ ફેન્સ રાખીના સિક્રેટ પતિને જોવા માટે આતૂર છે. પરંતુ રાખીનો પતિ કોણ છે? કેવો દેખાય છે આ તમામ વસ્તુ રાખીએ અત્યાર સુધી સિક્રેટ જ રાખ્યુ છે.
પોતાના વીડિયોથી સોશિયલ મીડિયા પર સનસની મચાવનાર રાખી સાવંત ફરી એકવાર પોતાના નવા વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. રાખીએ 24 સપ્ટેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરતા જણાવ્યું કે તે પોતાના પતિ સાતે લંડનમાં છે.
રાખીના આ વીડિયોની રસપ્રદ વાત એ છે કે, તે વીડિયોમાં પોતાને આધે મા કહી રહી છે. રાખી વીડિયોમાં બોલી રહી છે કે,”હું છું આધે મા. આધે માનો મતલબ છે કે, અધડા કપડા પહેરૂ છું” રાખી વીડિયોમાં ફેન્સને એવું પણ કહી રહી છે કે, જો કોઇને કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ તેને કોમેન્ટ બોક્સમાં જણાવી સલાહ માંગી શકે છે.
રાખી સાવંતના પિતને અત્યાર સુધી કોઇએ જોયો નથી. રાખીએ અત્યાર સુધીમાં પોતાના પતિને સિક્રેટ રાખ્યો છે. દુલ્હન તરીકે રાખીની સિંગલ તસવીરો જ સામે આવી છે. જોકે અત્યારે લંડનમાં પતિ સાથે જવા છતા તેને માત્ર તેની તસવીરો જ પોસ્ટ કરી છે. એક ઇન્ટરવ્યુમાં રાખીએ જણાવ્યું હતું કે તેનો પતિ થોડો અંતર્મુખ છે. તે મીડિયાથી દૂર રહેવા માગે છે તેથી તે અત્યાર સુધી કેમેરા સામે નથી આવ્યો. પરંતુ રાખી 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા બિગ બૉસ 13ના ગ્રાન્ડ પ્રિમિયરમાં પર્ફોર્મ કરશે. બિગ બૉસમાં રાખીએ પોતાના પતિને પહેલીવાર દુનિયા સામે લાવવાની વાત કરી હતી. હવે બિગ બૉસના ગ્રાન્ડ પ્રિમિયરમાં લોકો રાખીના હસબન્ડને જોવા આતુર છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement