શોધખોળ કરો
Advertisement
બોલિવૂડનું આ સ્ટાર કપલ વર્ષ 2020ના આ મહિનામાં લગ્નના સાત ફેરા ફરશે, તૈયારીઓ શરૂ
આલિયા-રણબીરના લગ્નની જે તારીખ સામે આવી છે, તેની પાછળ સૌથી મોટું કારણ રણબીરના પિતા રિશી કપૂર છે.
નવી દિલ્હીઃ બે વર્ષથી વધારે સીરિયસ રિલેશનશિપ બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંકમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. બન્નેની અપકમિંગ ફિલ્મ ભ્રહ્માસ્ત્રની રિલીઝ બાદ લગ્ન કરે તેવા અહેવાલ છે. જણાવીએ કે, બ્રહ્માસ્ત્ર 4 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સાથે જ આ બન્નેની સાથે પ્રથમ ફિલ્મ છે.
ઓપન મેગેઝિન મુજબ રણબીર અને આલિયાના લગ્નની તૈયારીઓ શરૂ દીધી છે. રણબીરના પિતાની ખરાબ તબિયતની વચ્ચે પણ બંને પરિવાર આ લગ્નને લઇને ઉત્સાહી છે. 4 ડિસેમ્બરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલિઝ થવાની છે. અને તે પછી સમય બગાડ્યા વગર આ બંને લગ્ન કરશે.
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે સંજય ભણસાળીની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અને તે પછી તે બ્રેક લેવાની છે. ગંગુબાઇ સિવાય આલિયા મુગલકાળને રજૂ કરતી ફિલ્મ તખ્તનો પણ ભાગ છે. અને તે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલની અલગી કડીમાં પણ નજરે પડશે.
તમામ અટકળો પછી આલિયા-રણબીરના લગ્નની જે તારીખ સામે આવી છે, તેની પાછળ સૌથી મોટું કારણ રણબીરના પિતા રિશી કપૂર છે. તે ઈચ્છે છે કે દીકરાના લગ્ન જલદી થઈ જાય. નોંધનીય છે કે ગત વર્ષે રિશી કપૂરની તબીયત લથડી હતી. જે પછી સારવાર માટે લાંબો સમય ન્યૂયોર્કમાં પસાર કરવો પડ્યો હતો. 2 દિવસ પહેલા ફરીથી તેમની તબીયત લથડી હતી. જેથી પરિવારે નક્કી કર્યું કે હવે રણબીરના લગ્નની તારીખ નક્કી કરવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement