ભારતમાં આ ફિલ્મે 34.75 કરોડની કમાણી કરી છે અને એવી આશા કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ વીકેન્ડમાં જ 100 કરોડને પાર કરી નાખશે. સલમાન ખાનની ફિલ્મ રેસ 3એ પહેલા દિવસે 29.17 કરોડની કમાણી કરી હતી. જ્યારે બાગી 2એ પહેલા દિવસે 25.10 કરોડની કમાણી કરી હતી. લિસ્ટમાં હવે ચોથા નંબરે રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ અને શાહીદ કપૂરની ફિલ્મ પદ્માવત (19 કરોડ), પાંચમા નંબરે વીરે દી વેડિંગ (10.70 કરોડ) છે.
2/4
સંજૂનું દિગ્દર્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે અને આ સાથે જ તેમણે સાબિત કરી દીધુ છે કે તેઓ બોલિવૂડના સૌથી સફળ દિગ્દર્શક છે. ફિલ્મની વાર્તા સંજય દત્તના જીવન પર આધારિત છે. તેના સ્ટાર બનવાથી લઈને જેલમાં જવા અને જિંદગીના લગભગ દરેક ઉતાર ચઢાવને દર્શાવે છે.
3/4
આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકામાં રણબીર કપૂરે શાનદાર અભિનય કર્યો છે. 'સંજૂ'એ રણબીરને સૌથી મોટી ગિફ્ટ આપી છે. આ ફિલ્મ રણબીર કપૂરની પણ અત્યાર સુધીમાં સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. રણબીર કપૂરને લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. આ અગાઉ રણબીરની ફિલ્મ 'બેશરમ'ને 21.56 કરોડની ઓપનિંગ મળી હતી. જ્યારે 'યે જવાની હૈ દિવાની' ફિલ્મે પહેલા દિવસે 19.45 કરોડની કમાણી કરી હતી.
4/4
મુંબઈ: રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ' સલમાન ખાનની રેસ-3 અને ટાઈગર શ્રોફની બાગી 2ને પછાડીને વર્ષની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. 'સંજૂ'એ પહેલા દિવસે 34.75 કરોડની જંગી કમાણી કરી લીધી છે.