‘સંજૂ’એ અત્યાર સુધીમાં 326 કરોડ જેટલી કમાણી કરી છે. આ કમાણી સાથે જ ‘સંજૂ’ ભારતીય સિનેમાના ઈતિહાસની પાંચમી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
2/4
આ ફિલ્મ માટે રણબીરે પોતાની અન્ય ફિલ્મ કરતાં વધારે મહેનત કરી છે. અગાઉ રણબીર દરેક પ્રકારની એડ કરવા માટે તૈયાર હતો પરંતુ હવે એડને લઈને ચૂઝી થયો છે. આજકાલ દરેક એડવટાઈઝર રણબીર કપૂરને સાઈન કરવા માગે છે.
3/4
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રણબીરે બ્રાંડ એન્ડોર્સમેન્ટની ફી ડબલ કરી દીધી છે. જો કે ‘સંજૂ’ પહેલા પણ રણબીરની ફી ઓછી તો નહોતી જ, પણ તેની આ લેટેસ્ટ ફિલ્મે તેના કામને વધુ ઓળખ આપી છે સાથે તેની બ્રાંડ વેલ્યૂ પણ વધારી દીધી છે. આ ફિલ્મ રણબીરના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.
4/4
નવી દિલ્હીઃ રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સંજૂએ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી છે. આ રણબની પ્રથમ 300 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મ છે. સંજૂના સફળ બિઝનેસ બાદ હવે માર્કેટમાં રણબીરની માગ વધી ગઈ છે. તેને જોતે રણબીરો પોતાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી વધારી દીધી છે.