શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરે ખરીદી 3 કરોડની લેમ્બોર્ગિની, પત્ની નહિં કોઈ ફ્રેન્ડ સાથે ડ્રાઈવ માટે નીકળ્યો
આ અઠવાડિયે રણવીર મુંબઈના ડબિંગ સ્ટુડિયોમાં દેખાયો હતો.
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા રણવીર સિંહે એક નવી કાર ખરીદી છે અને તેને મુંબઈના રસ્તા પર કારમાં ડ્રાઈવ કરતો જોવા મળ્યો છે. રણવીર સિંહે એક લાલ રંગની લેમ્બોર્ગિની ઉરુસ ખરીદી છે અને તે આ કારની સાથે હેપ્પી મૂડમાં જોવા મળ્યો.
રણવીર સિંહે આ અવસર પર એક લાલ રંગની મેચિંગ ટોપી પણ પહેરી હતી. આ સ્ટાઈલિશ કારની કિંમત ભારતમાં અંદાજે 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને તેને દુનિયાની પ્રથમ સુપર સ્પોર્ટ યૂટિલિટી વ્હીકલ કહેવામાં આવી રહી છે. રણવીરે ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા. કારમાં તેની સાથે તેનો એક ફ્રેન્ડ હતો.
આ અઠવાડિયે રણવીર મુંબઈના ડબિંગ સ્ટુડિયોમાં દેખાયો હતો. તેમાં તેણે ઓવરસાઈઝ્ડ રેડ હૂડી પહેરી હતી અને સાથે બ્લેક ટ્રાઉઝર્સ પહેર્યા હતા. સાથે જ તેના નિયોન ગ્રીન શૂઝે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement