આ જ ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે જણાવ્યું કે, તે પત્ની દિપિકા પાદુકોણની સાથે જ પોતાની બહેન રિતિકા ભવનાનીની ખૂબ જ નજીક છે. તેની સાથે જ રણવીરે એ પણ જણાવ્યું કે, તે પોતાની જાતને જેટલો ઓળખે છે એટલું કોઈ નથી ઓળખતું. તેણે કહ્યું કે, તે ખુદને અલટર ઈગોને પોતાના માટે રાત્રે બે કલાકનો મિત્ર માને છે.
2/3
રણવીર સિંહે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાની સાથે જી કાફેના ચેટ શો સ્ટેરી નાઈટ્સ 2 ઓહ પર રાખીને લઈને ખુલાસો કર્યો છે. ઇન્ટરવ્યૂ દરમિયાન રણવીરે હોસ્ટ કોમલ નાહટાને પૂછ્યુ કે તેના માટે અત્યાર સુધી લેવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં સૌથી ખરાબ સેલિબ્રિટી કોણ હતી તો નાહટાએ રાખી સાવંદનું નામ લીધું. ત્યારે રણવીરે કહ્યું કે, રાખી રોકસ્ટાર છે. એટલું જ નહીં રણવીરે રાખીને આઈ લવ યૂ પણ કહી દીધું. રણવીરે કહ્યું કે, તેને રાખી ખૂબ પસંદ છે.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડના ગલી બોય એક્ટર રણવીર સિંહ દરરોજ કંઈને કંઈક એવું કરે છે જે હેડલાઈન બની જાય છે. ક્યારેક પોતાના વિચિત્ર કપડાને કારણે તો ક્યારેક પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે રણવીરે કંઈક એવું કહ્યું છે જે સાંભલીને તેની પત્ની દીપિકા પાદુકોણ પણ હેરાન રહી જશે. કારણ કે વાત કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત સાથે જોડાયેલ છે. હાલમાં જ રણવીરે રાખીને લઈને એક નિવેદન આપ્યું છે.