શોધખોળ કરો
Advertisement
ફરી એક વખત પડદા પર ગુજરાતી બનશે આ એક્ટર, ફિલ્મ ‘જયેશ ભાઈ જોરદાર’માં જોવા મળશે
રણવીર સિંહે પોતાની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, ‘આ એક જાદુઈ સ્ક્રિપ્ટ છે. મારી આગામી ફિલ્મ ‘જયેશ ભાઈ જોરદાર’ની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું.’
મુંબઈઃ રણવીર સિંહે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક ગુજરાતી યુવકની ભૂમિકા ભજવશે. રણવીર સિંહે મડાકીયા અંદાજમાં સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરી છે.
રણવીર સિંહે પોતાની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, ‘આ એક જાદુઈ સ્ક્રિપ્ટ છે. મારી આગામી ફિલ્મ ‘જયેશ ભાઈ જોરદાર’ની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું.’ ઉપરાંત તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં રણવીરની સાથે ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના નિર્દેશક દિવ્યાંગ ઠાકર પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રણવીર સિંહ ડાયરેક્ટર દિવ્યાંગ ગુજરાતી ભાષામાં વાત કરતાં જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં રણવીર, દિવ્યાંગને પૂછે છે, હેલ્લો યંગ મેન, નામ શું છે તમારું....તેના જવાબમાં ડાયરેક્ટર કહે છે કે, મારું નામ દિવ્યાંગ ઠક્કર છે. રણવીર તેને પૂછે છે કે શું તેને આ પહેલા કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરી છે તો તેના જવાબમાં દિવ્યાંગ કહે છે કે નહીં આ તેની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં દિવ્યાંગ ઠક્કર ડાયરેક્ટર છે જે એક ગુજરાતી ડાયરેક્ટર અને લેખક છે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ યશરાજ બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion