રવિના ટંડનનો એ નિર્ણય, જેને જાણીને સ્તબ્ધ થઇ ગયા હતા શાહરૂખ ખાન, આ કારણે કિંગ ખાનની છોડી હતી ફિલ્મ
Bollywood News:રવિના ટંડને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેણે શાહરૂખ ખાન સાથે 'અંગ્રેજી બાબુ દેસી મેમ' સાઈન કરી હતી, પરંતુ તે કોસચ્યુમને લઇને કમ્ફર્ટેબલ નહોતી. તેથી જ તેણે ફિલ્મ શરૂ થાય તે પહેલા જ છોડી દીધી હતી
Bollywood News:50 વર્ષની થઈ ગયેલી રવિના ટંડન 33 વર્ષથી સતત ફિલ્મોમાં કામ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન તેણે દરેક મોટા સ્ટાર સાથે ફિલ્મો કરી છે અને ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે, શાહરૂખ ખાન સાથે તેનું નસીબ કંઈ ચમક્યું ન હતું. તેણે શાહરૂખ સાથે 5 ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું. તેમાંથી એક ફ્લોપ, એક દુર્ઘટના હતી અને એક ક્યારેય રિલીઝ થઈ ન હતી. , એવી બે ફિલ્મો છે જે સાઇન કર્યા પછી રવિના ટંડને છોડી દીધી હતી અને એક ફિલ્મ છોડવાના તેના નિર્ણયથી શાહરૂખ ખાનને આશ્ચર્ય થયું હતું
રવિના ટંડનને કેમ છોડી દીધી શાહરૂખની ફિલ્મ
રવિના ટંડને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેણે શાહરૂખ ખાન સાથે 'અંગ્રેજી બાબુ દેસી મેમ' સાઈન કરી હતી, પરંતુ તે કોસચ્યુમને લઇને કમ્ફર્ટેબલ નહોતી. તેથી જ તેણે ફિલ્મ શરૂ થાય તે પહેલા જ છોડી દીધી હતી. રવિનાએ કહ્યું હતું કે, "આ ફિલ્મ શાહરૂખ ખાન સાથે હતી અને મેં તેને લગભગ સાઈન કરી લીધી હતી. જ્યારે કોસ્ચ્યુમ પર ચર્ચામાં આવી ત્યારે તે ખૂબ જ વિચિત્ર હતા. તે એવા હતા કે હું તેને પહેરવામાં કમ્ફર્ટેબલ ન હતી. મને તેમાં થોડું અસહજ અનુભવત જેથી ફિલ્મ છોડી દીધી”.
રવિના ટંડનના આ નિર્ણયથી શાહરૂખ ખાન આશ્ચર્યચકિત થઈ ગયો હતો
રવિનાના મતે, શાહરૂખ ખાન ખૂબ જ સરસ સ્વભાવના રમુજી આનંદી વ્યક્તિ છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે અભિનેત્રીએ તેની ફિલ્મ છોડી દીધી છે ત્યારે તે ચોંકી ગયો હતો. તેણે રવિનાને કહ્યું હતું કે, શું તું પાગલ છે? આ સમયે અમે મે 'જાદુ' નામની એક શાનદાર ફિલ્મ કરી રહ્યા હતા જેનું મ્યુઝિક પણ શાનદાર હતું અને અમે 'ઝમાના દીવાના' પણ કરી રહ્યા હતા. જો કે અમે ખરેખર સારી રીતે મળીએ છીએ. મારી વાતને સમજ્યા બાદ શાહરૂખને મેં જણાવ્યું હતું કે,હું તે કપડાં નહિ પહેરૂ શકું મારા પર રમુજી લાગશે અને મને બેડોળ લાગીશ." રવીનાને સમજીને શાહરૂખે તેના તરફ પોતાનો ટેકો દર્શાવ્યો. બાદમાં આ ફિલ્મમાં સોનાલી બેન્દ્રેને સાઈન કરવામાં આવી હતી.
શાહરૂખ ખાન સાથે રવિના ટંડનની અન્ય ફિલ્મોની સ્થિતિ
રવિના ટંડને શાહરૂખ ખાન સાથે 'જાદુ' નામની ફિલ્મ સાઈન કરી હતી. ફ્રાન્સિસ ઝેવિયર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા હતા, પરંતુ દિગ્દર્શકનું અધવચ્ચે અવસાન થયું અને ફિલ્મ સ્થગિત થઈ ગઈ. રવીનાએ શાહરૂખ સાથે રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત 'ઝમાના દિવાના' કરી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ સિવાય બંનેએ સાથે ફિલ્મ 'યે લમ્હે જુદાઈ કે' સાઈન કરી હતી, પરંતુ 1994માં શરૂ થયેલી આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ બંધ થઈ ગયું હતું. પાછળથી, રવિના અને શાહરૂખ બંનેએ ફિલ્મમાંથી બહાર નીકળી ગયા અને 2004માં બોડી ડબલ્સ સાથે તેને ફરીથી શૂટ કરી હતી જો કે આ ફિલ્મ પણ ફ્લોપ ગઇ હતી
રવિના ટંડને પણ શાહરૂખ સાથેની આ ફિલ્મ છોડી દીધી હતી
રવીનાના કહેવા પ્રમાણે, તેને શાહરૂખ ખાન અને સની દેઓલ સાથે યશ ચોપરાની ફિલ્મ 'ડર'ની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફર ફગાવી દીધી હતી. કારણ કે તે કેટલાક દ્રશ્યોથી અસ્વસ્થ હતી. બાદમાં આ ફિલ્મમાં જુહી ચાવલાને કાસ્ટ કરવામાં આવી હતી અને તે બ્લોકબસ્ટર રહી હતી.