શોધખોળ કરો
Advertisement
જ્યારે અમિતા બચ્ચનની તસવીર જોઈને વળી ગઈ રેખા, હસતા કહ્યું- ‘અહીં ડેન્જર ઝોન છે’, જુઓ Video
રેખા સોમવારે જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર લોન્ચ ઇવેન્ટમાં પહોંચી જ્યાં તેણે ખૂબ મસ્તી કરી.
નવી દિલ્હીઃ બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન અને બોલિવૂડ એક્ટ્રેસ રેખાના સંબંધ વિશે અનેક કહાનીઓ જાણીતી છે. જોકે તે કહાની જૂની છે. હવે તો બન્ને જો કોઈ ઈવેન્ટમાં આમને સામને થઈ જાય તો એક બીજાને ઇગ્નોર કરી દે છે. હાલમાં જ રાખે એક ઇવેન્ટમાં પહોંચી જ્યાં તેણે કંઈક આવું જ કર્યું. મજેદાર વાત એ હતી કે રેખાએ અમિતાભને નહીં પણ તેની તસવીરને જ ઇગ્નોર કરી દીધી.
રેખા સોમવારે જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર લોન્ચ ઇવેન્ટમાં પહોંચી જ્યાં તેણે ખૂબ મસ્તી કરી. ઇવેન્ટ ફંક્શનનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રેખા તમામ તસવીર સામે સાડીમાં રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. રેખા મસ્તીથી ફોટોગ્રાફર્સને પોઝ આપતી વોક કરી રહી છે અને વોક કરતા કરતા તે અમિતાભ બચ્ચનની તસવીરની પાસે આવી જાય છે અને એક સેકન્ડ માટે રોકાઈ જાય છે. ત્યાર બાદ રેખા ત્યાંથી વલી જાય ચે અને હસતા કહે છે, “અહીં તો ડેન્જર ઝોન છે.” રેખાની વાત સાંભળીને ત્યાં બધા હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, રેખા સ્વીકારી ચૂકી છે કે તે અમિતાભ બચ્ચન એક સમયે પ્રેમ કરતી હતી. રિપોર્ટ અનુસાર બંનેએ 1976માં ફિલ્મ દો અંજાનેમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે નિકટતાના સમાચારો પ્રકાશમાં આવવા લાગ્યા હતા. રેખા અને અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ચાહકો વધારે પસંદ કરતા હતા. 2004માં એક ચેટ શો દરમિયાન રેખાએ કહ્યું હતું કે, તેઓ અમિતાભ બચ્ચન જેવું વ્યક્તિત્વ નથી જોયું. જેના લીધે તેઓ તેમના તરફ આકર્ષીત થઈ હતી. બંનેએ મિસ્ટર નટવરલાલ, મુકદ્દર કા સિકંદર અને સિલસિલા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પરંતુ અમિતાભ આ અંગે મૌન રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement