શોધખોળ કરો
છેતરપિંડીના કેસમાં જાણીતા કોરિયોગ્રાફરની મુશ્કેલી વધી, જમા કરાવ્યો પાસપોર્ટ
ત્યાગીનો આરોપ છે કે 2013માં રેમો સાથે તેની મુલાકાત થઇ હતી. તે પછી રેમાએ તેની ફિલ્મ અમર મસ્ય ડાયમાં 5 કરોડ લગાવાની વાત કરી હતી.
મુંબઈઃ ગાજિયાબાદમાં બોલિવૂડના કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસૂઝાની છેતરપિંડીના કેસમાં મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. હવે હાઈકોર્ટના આદેશ બાદ રેમેઓ પોતાનો પાસપોર્ટ ગાજિયાબાદ પોલીસ પાસે જમા કરાવ્યો છે. ઉલ્લેખનીય ચે કે, રેમો વિરૂદ્ધ ગાજિયાબાદના સિહાનીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની સહિત અન્ય ગંભીર કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ગાજિયાબાદની એક વ્યક્તિએ 5 કરોડ રૂપિયાની લેવડ દેવડના વિવાદમાં રેમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સત્યેન્દ્ર ત્યાગી નામના વ્યક્તિએ રેમો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. ત્યાગીનો આરોપ છે કે 2013માં રેમો સાથે તેની મુલાકાત થઇ હતી. તે પછી રેમાએ તેની ફિલ્મ અમર મસ્ય ડાયમાં 5 કરોડ લગાવાની વાત કરી હતી. ત્યાગીએ આરોપ લગાવ્યો છે કે રેમોએ ફિલ્મ રીલિઝ પછી ડબલ રકમ પાછી કરવાની વાત કહી હતી. પણ ફિલ્મની રિલીઝ પછી રેમોએ એક પણ રૂપિયા આપ્યો નથી.
બાદમાં સત્યેન્દ્રએ રેમો પાસે રૂપિયા માગવાની શરૂઆત કરી તો 13 ડિસેમ્બર 2016ના રોજ તેને પ્રસાધ પુજારી નામના વ્યક્તિએ ધમકી આપતો કૉલ કર્યો હતો. અને પુજારીએ પોતાને અંડરવર્લ્ડનો માણસ જણાવ્યો હતો. સાથે જ રેમો પાસેથી પૈસા ન માંગવાની ધમકી આપી હતી. જે બાદ સત્યેંદ્ર ત્યાગીએ ગાજિયાબાદના સિહાનીગેટ ફરિયાદ નોંધાવી છે. જે બાદ કોર્ટ અને પોલીસ એક્શન લેતા. હવે રેમોને પોતાનો પાસપોર્ટ જમા કરાવો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement