જણાવીએ કે, વિતેલા સપ્તાહે ફિલ્મમેકર મહેશ ભટ્ટનો જન્મદિવસ હતો. તેને અભિનંદન આપવા માટે રિયાએ તેની સાથે લેવામાં આવેલી કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીર યૂઝર્સ અનુસાર ભૂજ ઇન્ટિમેટ હતી. આ કારણે જ યૂઝર્સે તેના પર કોમેન્ટ્સ કરતાં બન્નેને ટ્રોલ કર્યા. નોંધનીય છે કે, રિયાની અપકમિંગ ફિલ્મ ‘ જલેબી ‘ છે. આ ફિલ્મનું નિર્માણ મહેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસના બેનર નીચે કરવામાં આવ્યું છે.
2/5
રિયાના આ ફોટોને અત્યાર સુધી દોઢ લાખથી પણ વધારે લોકોની લાઇક મળી ચુકી છે અને હજારોની સંખ્યામાં કમેન્ટ પણ લોકોએ કરી છે. રિયાની આ પોસ્ટમાં કેટલાક લોકોએ પોતાની સહમતિ બતાવી છે તો ઘણાએ ઊંધું-ચત્તું કહ્યું છે.
3/5
રિયાએ મહેશ ભટ્ટ સાથેની તસવીર પોતાના ઇન્સ્તાગ્રામના એકાઉન્ટમાં શેર કરી અને આ તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે, ’તું કોણ છે? તારું નામ શું છે? સીતા પણ અહિયાં જ બદનામ થયા હતા. જો ટ્રોલ પોતાના દિમાગની ગંદગી અન્ય પર ફેંકી શકે છે, જે પોતાની તકલાદી આત્મામાંથી નીકળ છે, તો આપણો એ દાવો બકવાસ છે કે આપણે ઈતિહાસને કાળા અધ્યાયથી આગળ આવી ચૂક્યા છે. શું તમને એ નથી ખબર કે દુનિયા જેવી છે તેને આપણે તેવી રીતે નથી જોતા, પણ આપણને એવી જ દેખાય છે જેવા આપણે છીએ.’
4/5
એક યુઝરે તો લખ્યું છે કે સોરી ? સીતા ? કોઈ પણ તમારી ચિંતા નથી કરતું તમે તો સીતાના પગની ધૂળ બરાબર પણ નથી. તો બીજાએ કહ્યું હતું કે પોતાનો બચાવ કરવા માટે કોઈ ભગવાનના નામનો ઉપયોગ કરતા પહેલા માનવતા પોતાનામાં લાવો.
5/5
મુંબઈઃ મહેશ ભટ્ટ સાથે જ્યારે રિયા ચક્રવર્તીએ કેટલીક તસવીર શેર કરી તો સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. લોકોએ અનેક ગંદી કોમેન્ટ્સ પણ કરી. કેટલાકે તો મહેશ ભટ્ટની તુલના અનૂપ જલોટા સાથે પણ કરી. આ પ્રકારની કોમેન્ટ્સ સામે આવ્યા બાદ રિયાએ ટોલર્સને જડબાતોડ જવાબ આપ્યો.