શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રબર્તીએ બાંદ્રા પોલીસને નોંધાવ્યું પોતાનું નિવેદન
બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રબર્તીએ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોતાનું નિવેદન પોલીસમાં નોંધાવ્યું છે. રિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન આપ્યું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રબર્તીએ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોતાનું નિવેદન પોલીસમાં નોંધાવ્યું છે. રિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન આપ્યું છે. રિયા અને સુશાંતના છેલ્લા ઘણા સમયથી રિલેશનમમાં હોવાના રિપોર્ટ હતા. એવામાં રિયાનું આ નિવેદન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ દરમિયાન રિયા સફેદ સૂટ પહેરી અને મોઢા પર માસ્ક લગાવી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. એવી જાણકારી સામે આવી રહી છે કે અભિનેતા છેલ્લા છ મહિનાથી ક્લિનિકલ ડિપ્રેસનમાંથી પસાર થયો હતો. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાના ટ્વિટર પર એક વીડિયો ક્લિપમાં જાહેરાત કરી કે પોલીસ સુશાંતના ડિપ્રેસનના કારણો અંગે તપાસ કરશે.
અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે સુશાંત સિંહના રસોઈયા, કેયરટેકર અને મેનેજરથી સાથે સાથે નજીકના મિત્રો અને ફિલ્મકાર મુકેશ છાબડાનું નિવેદન નોંધ્યું છે. જે તેની આગામી ફિલ્મ દિલ બેચારાનું નિર્દેશન કરી રહ્યા હતા.
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિનું પટનામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુશાંતના પિતાએ અસ્થિ વિસર્જન કર્યું હતું. સોમવારે દિવંગત અભિનેતાના પરિવાર દ્વારા મુંબઈના વિલે પાર્લેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને બુધવારે જ બધા પોતાના હોમટાઉન પટના રવાના થયા હતા.
સુશાંત સિંહ રાજપૂતે 2013માં ફિલ્મ કાઈ પો છેથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના કરિયર દરમિયાન તેણે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, એમ એસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરી, કેદારનાથ અને છિછોરે જોવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંતની આગામી ફિલ્મ દિલ બેચારા પણ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ સિવાય સુશાંતની લવ લાઈફની વાત કરીએ તો તે અભિનેત્રી રિયા ચક્રબર્તી સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહેતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement