ગત વર્ષે દીપિકા પાદુકોણે 70 કરોડની કમાણી કરી હતી અને લિસ્ટમાં છઠ્ઠા નંબર પર હતી. જ્યારે 2017માં રણવીર સિંહ આ લિસ્ટમાં સાતમાં નંબર પર હતો. આ વર્ષે તે એક નંબર નીચે ઉતરી ગયો છે. નવેમ્બરમાં બંનેએ ઈટાલીના લેક કોમોમાં ભવ્ય લગ્ન કર્યા હતા.
2/3
વર્ષ 2018માં દીપિકા પાદુકોણની કુલ કમાણી 112.8 કરોડ રૂપિયા છે. આ લિસ્ટરમાં રણવીર સિંહ આઠમાં નંબર પર છે. રણવીરે ચાલુ વર્ષે 84.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
3/3
નવી દિલ્હીઃ બોલીવુડનું ન્યૂલી વેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના લગ્ન બાદ પણ ચર્ચામાં છે. આ વખતે તેઓ તેમના લગ્નના કારણે નહીં પરંતુ આવકના કારણે ચર્ચામાં છે. ફોર્બ્સ ઈન્ડિયા 2018ના સૌથી ધનિક સેલિબ્રિટીઝના લિસ્ટમાં પ્રથમ વખત ટોપ 5માં કોઈ એક્ટ્રેસને સ્થાન મળ્યું છે. દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. દીપિકાનો પતિ અને એક્ટર રણવીર સિંહ પણ આ લિસ્ટમાં સામેલ છે.