હાલ આ જગ્યા પર બનેલા કોટેજમાં સલમાનની ફેશન બ્રાન્ડની સાઈકલ પાર્ક થયેલી છે. આથી હવે જોવું એ રહ્યું કે એકવાર જ્યારે અહી આલીશાન ઘર બનીને તૈયાર થઈ જશે ત્યારે શું સલમાન ખાન પોતાના જૂનાં ગેલેક્સી એપાર્ટમેન્ટને છોડીને અહીં શિફ્ટ થવા માટે સરળતાથી રાજી થશે ખરાં?
2/5
આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર લોબી, કિચન અને ફેમિલી રૂમ પણ રહેશે. જેના ઉપરના માળમાં બે બેડરુમ ફ્લેટ્સ બનાવવામાં આવશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મંજૂરી મળતાં જ આ પ્લોટનું બાંધકામ શરૂ કરવામાં આવશે.
3/5
મીડિયા અહેવાલ અનુસાર સલમાનનો પરિવાર છ માળનું ઘર બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. જે માટે મુંબઈ નગરપાલિકાની મંજૂરી માટે જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવી ચૂકી છે. જેના નકશામાં દર્શાવ્યાનુસાર સલમાનના આ નવા ઘરમાં લગભગ 16 કારનું પાર્કિંગ થાય તેટલી જગ્યા બેઝમેન્ટમાં છોડવામાં આવશે.
4/5
નવી દિલ્હીઃ સલમાન ખાન અને તેનો સમગ્ર પરિવાર ટૂંકમાં જ નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે. સલમાનના પરિવારે બીએમસીને 6 ફ્લોર બનાવવા માટે એક પ્લાન રજૂ કર્યો છે જેને બાંદ્રાના ચિંબાઈ રોડ પર બનાવવામાં આવશે. આ બિલ્ડિંગ સમુદ્ર કિનારે હશે જે સલમાનના ગૈલેક્સી એપાર્ટમેન્ટની ખૂબ જ નજીક છે.
5/5
નોંધનીય છે કે વર્ષ 2011માં પેરેન્ટ્સ સલીમ ખાન અને સલમા ખાન દ્વારા 2011માં ચાર હજાર વર્ગફૂટનો એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો. જેના માટે 14.4 કરોડની રકમ આપવામાં આવી હતી. નોંધનીય છે કે સલમાન ખાન વર્ષોથી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ રહે છે. જ્યાં તેણે પોતાની જિંદગીના અનેક ઉતારચડાવ જોયાં છે.