શોધખોળ કરો
Advertisement
દિશા પટનીએ ગુમાવ્યો સૌથી મોટો પ્રોજેક્ટ, હવે વિરાટ સાથે જોવા મળશે આ એક્ટ્રેસ...
સારા અલી ખાનને બોલિવૂડમાં આવ્યે હજુ થોડ જ સમયો થયો છે. ફિલ્મ કેદારનાથ બાદથી તેની પાસે ફિલ્મોની લાઈન લાગી છે.
મુંબઈઃ સારા અલી ખાનને બોલિવૂડમાં આવ્યે હજુ થોડ જ સમયો થયો છે. ફિલ્મ કેદારનાથ બાદથી તેની પાસે ફિલ્મોની લાઈન લાગી છે. સિંબા હિટ થતા જ હવે તે લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે સારા અલી ખાને દિશા પટાની પાસેથી એક પ્રોજેક્ટ ઝૂંટવી લીધો છે. ખાસ વાત એ છે કે, દિશા આ પ્રોજેક્ટ ઘણાં લાંબા સમયથી કરી રહી હતી.
સારા ટૂંક સમયમાં જ વિરાટ કોહલી સાથે જોવા મળશે. વિરાટ કોહલી અને સારા અલી ખાન એક ટીવી કોમર્શિયલમાં સાથે નજરે પડશે. પહેલાં દિશા પાટણી આમાં કામ કરવાની હતી, પરંતુ હવે સારાએ દિશાને રિપ્લેસ કરી છે.
અહેવાલ અનુસાર, આ ટીવી કોમર્શિયલનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. સારાએ બોલિવૂડમાં શરૂઆત કરી છે અને તેને એન્ડોર્સમેન્ટની ઘણી ઓફર્સ મળી રહી છે. યુવાઓમાં તેની લોકપ્રિયતાને જોતાં આ પ્રોજેક્ટ તેને મળી રહ્યા છે. સારાની અદાઓ અને તેની સુંદરતા ફેન્સને દિવાના કરે છે. આ કારણે જ ફિલ્મ્સની સાથે-સાથે તેને જુદી-જુદી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ સાથે જોડાવવાનો મોકો પણ મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement