શોધખોળ કરો
Advertisement
મોડી રાતે પતિ વગર સાનિયા મિર્ઝા કયા-કયા સ્ટાર્સ સાથે ડિનર પાર્ટી એન્જોય કરતી જોવા મળી? તસવીરો જોઈને ચોંકી જશો
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, હેઝલ કિચ તેમજ ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી.
મુંબઈ: બોલિવુડ અને ક્રિકેટ સેલિબ્રિટીમાં પાર્ટી કરવી એ તો સામાન્ય વાત થઈ ગઈ છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, હેઝલ કિચ તેમજ ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. ડિનર પાર્ટીમાં સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા પણ જોવા મળી હતી.
આ તમામ સેલેબ્સ મુંબઈની બાંદ્રા કુર્લા કોમ્પેલેક્સમાં ડિનર એન્જોય કરતાં જોવા મળ્યાં હતા. ઝહીર ખાન, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાની સાથે-સાથે બોલિવુડ એક્ટર આશીષ ચૌધરી અને તેની પત્ની સમિતા બંગાર્ગી ચૌધરી પણ ડિનર પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. આ તમામની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ તમામ સેલેબ્સે ડિનર પાર્ટી કર્યા બાદ તમામ મીડિયા ફોટોગ્રાફર્સને એક સાથે પોઝ પણ આપ્યો હતો. પાર્ટી દરમિયાન યુવરાજની વાઈફ હેઝલ બ્લૂ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે બ્લૂ ડ્રેસની સાથે વ્હાઈટ જેકેટ કેરી કર્યું હતું. તો યુવરાજ સિંહ બ્લેક શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.
સાગરિકા ઘાટગે ફુલ લેન્થ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી તો ઝહીર બ્લૂ રંગના લૂઝ ટી શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ ડિનર પાર્ટીમાં સાનિયા મિર્ઝા લાઈમલાઈટમાં રહી હતી.
ડિનર પાર્ટીમાં સાનિયા બ્લેક ટોપ અને હાલ્ફ પેન્ટમાં સ્ટનિંગ લાગી રહી હતી. આ સાથે સાનિયાનો દીકરો પણ એકદમ ક્યૂટ લાગી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement