શોધખોળ કરો
Advertisement
Coronavirus: સંજય દત્તે વીડિયો શેર કરી ફેન્સને ઘરમાં રહેવા કરી અપીલ
આ પહેલા અક્ષય કુમારે લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર નીકળતાં લોકો પર નારાજગી વ્યક્ત કરી હતી.
મુંબઈ: કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા ભારતમાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. સરકાર પણ લોકોને સુરક્ષિત રહેવા માટે સતત અપીલ કરી રહી છે. બોલીવૂડ સેલેબ્સ પણ ફેન્સને ઘરમાં રહેવા માટે અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી રહ્યા છે.
સંજય દત્તે પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. સંજય દત્તે વીડિયો શેર કરતા કહ્યું, "નમસ્તે, આપણો દેશ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ખૂબ જ મુશ્કેલ તબક્કો, તેથી આપણે બધાએ સાથે મળીને તેનો સામનો કરવો પડશે અને આ કોરોના વાયરસને કાયમ માટે દૂર કરવો પડશે."
વીડિયોમાં સંજય દત્તે વધુમાં કહ્યું કે આથી જ હું તમને બધાને સરકારના આદેશનું પાલન કરવા અને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરું છું. સંજય દત્તના આ વીડિયોને લગભગ સાડા ત્રણ લાખ કરતા વધારે લાઈક્સ મળ્યા છે.
આ પહેલા અક્ષય કુમારે લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર નીકળતાં લોકો પર નારાજગી વ્યક્ત કરી હતી. અક્ષયે કોરોના સામેના યુદ્ધમાં 25 કરોડ રૂપિયા પણ દાન આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement