અનુષ્કા શર્માને હાલ સંજૂ ફિલ્મમાં જોવા મળી હતી. અનુષ્કાએ આ ફિલ્મમાં એક બાયાગ્રાફરનો રોલ નિભાવ્યો હતો. અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘સુઈ-ધાગા’ છે જેમાં તે વરુણ ધવનની સાથે જોવા મળશે.
2/5
વિરાટ કોહલીએ આ તસવીર પોતાન ઈંસ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી જેમાં તેણે લગભગ 19 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે. ઈંસ્ટાગ્રામ પર વિરાટના 22.8 મિલિયન ફોલોઅર્સ છે.
3/5
હાલમાં કપલ મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસ પર એકસાથે જોવા મળ્યું હતું. જ્યાં વિરાટ અને અનુષ્કાની એકસાથે તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે મારી બ્યુટીની સાથે એદ દિવસ. આ તસવીરમાં અનુષ્કા શર્માં વિરાટને કિસ કરતા જોવા મળી રહી છે તો વિરાટ કોહલી તસવીર પોતાના મોબાઈલમાં ક્લિક કરી રહ્યો છે. આ અગાઉ પણ અનુષ્કા અને વિરાટ કિસ કરતી તસવીરો વાયરલ થઈ હતી.
4/5
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યારથી લગ્નના બંધનમાં બંધાયા છે ત્યારથી હંમેશા એકબીજાની સાથે ટાઈમ સ્પેંડ કરતા જોવા મળી રહ્યા છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.
5/5
મુંબઈ: વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે જ્યાં ટીમે ટી-20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. પરંતુ આ ટૂર પર અનુષ્કા શર્મા પણ તે સમયે પોતાના પતિ વિરાટ કોહલીની સાથે જોવા મળી હતી જોકે બન્નેને કાર્ડિફમાં ટીમ બસમાં એકસાથે જોવા મળ્યા હતાં. ત્યાર બાદ સીરિઝ જીત્યા બાદ મેચ જોવા બેઠેલ અનુષ્કા શર્મા મેદાનમાં આવી ગઈ હતી અન વિરાટને ગળે લગાવી દીધો હતો.