શોધખોળ કરો
બોલિવૂડને લાગ્યું ‘કેન્સર’નું ગ્રહણ, ઈરફાન બાદ હવે આ એક્ટ્રેસ બની તેનો ભોગ
1/6

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાલી પહેલી સિઝનથી આ શો સાથે સંકળાયેલી હતી. મેકર્સ પણ સોનાલીને જ ત્રીજી સિઝનમાં જજ બનાવવા માંગતા હતાં. જુલાઈના પહેલાં અઠવાડિયે શૂટિંગ શરૂ થવાનું હતું. સોનાલીએ અંતિમ ઘડીએ શોમાં કામ કરવાની ના પાડી હતી. આ સમયે સોનાલીએ મેકર્સને અંગત કારણોસર તે કામ નહીં કરે તેમ જણાવ્યું હતું. જોકે, હવે ખ્યાલ આવ્યો કે સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર હોવાને કારણે તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
2/6

નોંધનીય છે કે, થોડાં સમય પહેલાં જ સોનાલીએ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' સિઝન 3 શો સાઈન કર્યો હતો. આ શોમાં તે જજ તરીકે જોવા મળી હતી. જોકે, પછી છેલ્લી ઘડીએ સોનાલીએ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
Published at : 04 Jul 2018 02:32 PM (IST)
View More





















