બંનેએ જણાવ્યું કે ‘જયા બચ્ચનને Claustrophobic છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં માણસ અચાનક ભીડને જોઇને પરેશાન થઇ જાય છે.” આ સાથે શ્વેતાએ કહ્યું કે, “જયા બચ્ચન ભીડને જોઇને પરેશાન થઇ જાય છે. તેમને એ જરા પણ પસંદ નથી કે કોઇ ધક્કો મારે કે ટચ કરે. આ ઉપરાંત કેમેરાનો ફ્લેશ આંખો પર પડવાથી પણ તેમને વાંધો છે.” શૉ દરમિયાન અભિષેક બચ્ચને મા જયા બચ્ચનથી મજાક માટે માફી માંગી હતી.
2/3
જયા બચ્ચન પોતાના પરિવાર સાથે ઘણીવાર જોવા મળતી હોય છે, પરંતુ કેમેરા સામે પોઝ આપતા ઘણીવાર કતરાય છે. જયા બચ્ચનનાં આ વર્તનનાં ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર છે જેમાં આ સ્પષ્ટ જોઇ શકાય છે. એટલા સુધી કે જયા બચ્ચન પણ ઘણીવાર ભડકી ચુકી છે. જયા બચ્ચનનાં આ વર્તનનો કરણ જોહરે શ્વેતા અને અભિષેકને પ્રશ્ન કર્યો તો તેમનો જવાબ ચોંકાવનારો હતો.
3/3
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદા ભલે બોલિવૂડથી દૂર હોય પરંતુ લાઈમલાઈટમાં સતત બની રહે છે. શ્વેતા મોટેભાગે પોતાના પરિવારની સાથે એવોર્ડ ફંક્શન અથવા ઈવેન્ટમાં મસ્તી કરતાં જોવા મળે છે. આ વચ્ચે શ્વેતા પોતાના નાના ભાઈ અભિષેક બચ્ચનની સાથે કરણ જૌહરના ચેટ શોમાં પહોંચ્યા હતા. આ શો દરમિયાન શ્વેતા અને અભિષેકે પોતાની માતા જયા બચ્ચન સાથે જોડાયેલ એક એવી વાત કહી જે જાણીને તમે ચોંકી જશો.